Aapnu Gujarat
ગુજરાત

જર્મનીની લાલચ આપી યુવક પાસેથી ખંખેર્યા રુપિયા 26.50 લાખ

ગુજરાતીઓમાં વિદેશ જવાની ઘેલછા ખૂબ જ હોય છે. કેટલાંય લોકો કબૂતરબાજીથી પણ વિદેશ જતા હોય છે. તો કટેલાંક લોકો સાથે વિદેશ જવાના નામે છેતરપિંડી પણ થતી હોય છે. ત્યારે આવો જ એક છેતરપિંડીનો કેસ ઊંઝામાંથી સામે આવ્યો છે. જ્યાં યુવકને પોતાના પરિવાર સાથે વિદેશ જવાની લાલચમાં લાખો રુપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. ઊંઝામાં રહેતા એક યુવકની મિત્રતા ફેસબુક દ્વારા એક શખસ સાથે થઈ હતી. આ શખસે યુવકને અને તેના પરિવારને જર્મનીના વિઝા આપવાની લાલચ આપી હતી. એ પછી આ શખસે પાસપોર્ટ અને વિઝા સહિતાના દસ્તાવેજો પરત ન આપીને યુવક સાથે રુપિયા 26.50 લાખની છેતરપિંડી આચરી હતી. આખરે યુવકે ત્રણ ગઠિયાઓ સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઊંઝાના પાટણ રોડ પર આવેલા શ્રીનાથજી ફ્લેટમાં જીતેન્દ્રકુમાર વિઠ્ઠલદાસ દરજી પોતાના પરિવાર સાથે રહે છે અને તે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. 16 મહિના પહેલાં આ યુવકની ઓળખ ફેસબુક દ્વારા પંજાબમાં રહેતા ગૌરવ શર્મા નામના શખસ સાથે થઈ હતી. તેણે પોતાની ઓળખ એવી આપી હતી કે તે લોકોને વિદેશ મોકલવાનું કામ કરે છે. જે બાદ તે યુવકને પણ લોભામણી જાહેરાતો મોકલી આપતો હતો. જીતેન્દ્ર કુમાર પણ પરિવાર સાથે વિદેશ જવાની ઈચ્છા ધરાવતો હતો. જેથી પંજાબના શખસે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા મિત પટેલ અને ગૌરવ પટેલનો સંપર્ક કરાવી આપ્યો હતો.

એ પછી બંને શખસોએ જીતેન્દ્ર કુમાર સાથે મિટિંગ કરી હતી અને એક વ્યક્તિ દીઠ વિઝાના 5 લાખ રુપિયાની વાત કરી હતી. પછી પાસપોર્ટ મેળવી વિઝાની કાર્યવાહી શરી કરી તેને વિશ્વાસમાં લીધો હતો. બાદમાં મુંબઈ ખાતે યુવકને જર્મનીના વિઝા માટે બોલાવ્યો હતો. બાદમાં વિઝા મળી ગયા હોવાનું જણાવી આ ગઠિયાઓએ પાસપોર્ટ લઈ જવા માટે જણાવ્યું હતું. જે બાદ યુવકે આ બંને શખસોને રુપિયા 26.50 લાખ આંગડિયા પેઢી મારફતે મોકલી આપ્યા હતા.

આ ગઠિયાઓના કહેવા મુજબ, યુવક તેના પરિવાર સાથે મુંબઈ પહોંચ્યો હતો અને હોટલમાં રોકાયો હતો. ગઠિયાઓએ અહીં તેને પાસપોર્ટ, એર ટિકિટ, હોટલ બુકિંગ વગેરે આપવાનું કહ્યું હતું. જ્યારે યુવકે ગઠિયાઓને ફોન કર્યો તો સ્વીચઓફ આવતો હતો. આખરે યુવકને અહેસાસ થયો કે તેની સાથે છેતરપિંડી થઈ છે. બાદમાં યુવક પરિવાર સાથે ઊંઝા પહોંચ્યો હતો અને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.

Related posts

રાજ્યમાં ૧૫ વર્ષ જૂનાં ૨૩ લાખ વાહન માટે ફિટનેસ સર્ટિફિકેટ લેવાં જ પડશે

aapnugujarat

એલજી હોસ્પિટલની ઘોર બેદરકારી, વૃદ્ધાની બિમારીનું ઈન્જેક્શન યુવતીને આપી દીધું

aapnugujarat

ખંડણીખોર શિવા મહાલિંગમ્‌ ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1