Aapnu Gujarat
બિઝનેસ

ગૌતમ અદાણીએ ચાર કંપનીઓમાંથી થોડી ભાગીદારી વેચી

અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચ (Hindenburg Research)ના રિપોર્ટ બાદ મુશ્કેલીમાં ઘેરાયેલા ગૌતમ અદાણી (Gautam Adani)એ પોતાની ચાર કંપનીઓમાંથી થોડી ભાગીદારી વેચી દીધી છે. એસબી અદાણી ફેમિલી ટ્રસ્ટ (SB Adani Family Trust)એ આજે ઓપન માર્કેટ દ્વારા અદાણી ગ્રુપ (Adani Group)ની ચાર કંપનીઓના 21 કરોડ શેર 15,556 કરોડ રૂપિયામાં વેચી દીધા. આ ટ્રસ્ટ પ્રમોટર ગ્રુપનો ભાગ છે. બ્લોક ડીલ ડેટા મુજબ, ટ્રસ્ટે ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસ (Adani Enterprises), અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશયલ ઈકોનોમિક ઝોન (APSEZ), અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy) અને અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission)માં ભાગીદારી વેચી છે. અમેરિકાની કંપની જીક્યુજી પાર્ટનર્સ (GQG Partners)એ સેકન્ડરી બ્લોક ટ્રેડ ટ્રાન્જેક્શન દ્વારા આ ભાગીદારી ખરીદી છે. આ બધી કંપનીઓના શેર આજે વધારા સાથે બંધ થયા. અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનના શેર્સમાં તો અપર સર્કિટ લાગી હતી.
જીક્યુજીએ અદાણી એન્ટરપ્રાઈઝીસના શેર્સની ખરીદી 1,410.86 રૂપિયાના ભાવ પર કરી અને કુલ 5,460 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. એ જ રીતે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશયલ ઈકોનોમિક ઝોનના 5,282 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. આ ખરીદારી 596.20 રૂપિયાના ભાવ પર કરાઈ. અદાણી ટ્રાન્સમિશનના શેર 668.4 રૂપિયા અને અદાણી ગ્રીન એનર્જીના શેર 504.6 રૂપિયાના ભાવ પર ખરીદ્યા. અમેરિકાની કંપનીએ અદાણી ટ્રાન્સમિશનમાં 1,898 કરોડ રૂપિયા અને અદાણી ગ્રીન એનર્જીમાં 2,806 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. અદાણી ગ્રુપએ કહ્યું કે, અમેરિકાની કંપનીનું રોકાણ દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે મહત્વનું છે. ગ્લોબલ બ્રોકરેજ જેફરીસ (Jefferies)એ આ ટ્રાન્જેક્શનમાં બ્રોકરની ભૂમિકા નિભાવી.

અદાણી એન્ટરપ્રાઈઝીસના શેર આજે 2.69 ટકાના ઉછાળા સાથે 1606.70 રૂપિયા પર બંધ થયા. એટલે કે અમેરિકાની કંપનીને એક જ દિવસમાં દરેક શર પર લગભગ 196 રૂપિયાનો ફાયદો થયો. એ જ રીતે અદાણી પોર્ટ્સના શેર 3.50 ટકાના ઉછાળા સાથે 623.20 રૂપિયા પર બંધ થયો. અદાણી ટ્રાન્સમિશનનો શેર પાંચ ટકાના ઉછાળા સાથે 535.25 રૂપિયા પર બંધ થયો. એ રીતે અમેરિકાની કંપનીએ પહેલા જ દિવસે મોટો નફો કમાયો. જાણકારોનું કહેવું છે કે, આ ડીલથી ગૌતમ અદાણીને થોડી રાહત મળશે અને રોકાણકારોનો ભરોસો પણ વધશે. બુધવારે અદાણી ગ્રુપના શેર્સમાં સતત ત્રીજા દિવસે તેજી આવી.

અદાણી ગ્રુપના સીએફઓ જુગેશિંદર સિંહે કહ્યું કે, અમે જીક્યુજીનું સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટર તરીકે સ્વાગત કરીએ છીએ. આ ટ્રાન્જેક્શન અદાણી ગ્રુપની કંપનીઓમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સનો ભરોસો દર્શાવે છે. જીક્યુજી પાર્ટનર્સના ચેરમેન અને સીઆઈઓ રાજીવ જૈનએ કહ્યું કે, અદાણી ગ્રુપની કંપનીઓમાં લોંગ ટર્મ ગ્રોથની ઘણી શક્યતાઓ છે. આ કંપનીઓ આવનારા સમયમાં દેશની ઈકોનોમી અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ વધારવામાં મદદ કરશે. 24 જાન્યુઆરીએ આવેલા હિન્ડનબર્ગના એક રિપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેર્સમાં ભારે કડાકો બોલી ગયો હતો.

Related posts

फेसबुक ने लॉन्च किया ‘फेसबुक पे’

aapnugujarat

कोल इंडिया की बिजली क्षेत्र को कोयला आपूर्ति में 7% गिरावट

aapnugujarat

ग्राहकों की शिकायतों के ऑनलाइन निपटारे के लिए RBI ने शुरू किया CMS

aapnugujarat

Leave a Comment

UA-96247877-1