Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત

અમદાવાદ શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજ (LD Engineering College)માં બપોરના સમયે વિદ્યાર્થી (A 17 year old engineering student )એ આપઘાત કરી લીધો છે. આજથી ફાઈનલ પરીક્ષા શરૂ થઈ હતી છતાં આ વિદ્યાર્થી પરીક્ષા આપવા ના ગયો અને તેણે પ્રેમ પ્રકરણમાં આપઘાત કરી લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આપઘાત કરતા પહેલા મૃતકે તેનો મોબાઈલ પણ ફોર્મેટ કરી દીધો હતો. મૃતક પાસેથી કોઈ સુસાઈડ નોટ પણ મળી આવી નથી. સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, શહેરની એલડી એન્જિનિયરિંગની હોસ્ટેલના B બ્લોકમાં ત્રીજા માળે રહેતા દિવ્યેશ નામના સગીર વયના વિદ્યાર્થીએ બપોરના સમયે આપઘાત કરી લીધો છે. જ્યારે તેનો રૂમમેટ ત્યાં આવ્યો ત્યારે દરવાજો બંધ હોવાથી તેણે બારી ખોલીને જોતા દિવ્યેશનો મૃતદેહ દેખાઈ રહ્યો હતો. જેથી સિક્યોરિટી ગાર્ડને જાણ કરતાં સિક્યોરિટી ગાર્ડે પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે આવી હતી અને સગીરના મૃતદેહને ઉતારી પોલીસ તપાસ હાથ ધરી છે. મૃતકના પરિવારને જાણ કરવામાં આવી છે. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાના અધ્યક્ષપદે “મા નર્મદા મહોત્સવ”ની ઉજવણીના આયોજન સંદર્ભે યોજાયેલી બેઠક

aapnugujarat

અલ્પેશનાં કાર્યક્રમનાં સંદર્ભમાં રાહુલ આજે ગુજરાત પહોંચશે

aapnugujarat

ડીસામાં પહેલાં પિતા અને હવે પુત્રો સામસામે મેદાને ઉતર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1