Aapnu Gujarat
ગુજરાત

તરોપા ખાતે “બેટી બચાવો – બેટી પઢાવો” દિનની થયેલી ઉજવણી

મહિલા સશક્તિકરણ પખવાડીયા ઉજવણીના ભાગરૂપે ગઇકાલે નાંદોદ તાલુકાના તરોપા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગામનાં સરપંચશ્રી, આરોગ્યકેન્દ્રનાં મેડીકલ ઓફિસરશ્રી ઉપરાંત આઇસીડીએસની કાર્યકર બહેનો, ગામ આગેવાનો, ગ્રામજનો વગેરેની ઉપસ્થિતિમાં બેટી બચાવો – બેટી પઢાવો નાં કાર્યક્રમને ખુલ્લો મૂકાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તબીબી અધિકારીશ્રી, આંગણવાડી આઇસીડીએસનાં કર્મયોગીઓ તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીનો હેતુ સહિત જરૂરી માર્ગદર્શન પુરૂ પડાયું હતું તેમજ મેડીકલ ઓફિસર દ્વારા સગર્ભા, ધાત્રી માતાઓની તપાસ કરાઇ હતી. તેની સાથોસાથ ભૃણહત્યા અંગે જરૂરી માર્ગદર્શન પુરૂં પડાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમનો લાભ લીધો હતો.

Related posts

૨૦૨૨માં અમદાવાદથી વડોદરા સુધી બુલેટ ટ્રેન શરૂ થશે

aapnugujarat

ઓઢવમાં મહિલા સશક્તિકરણની કરાઈ ઉજવણી

editor

બાર કાઉન્સીલની આજે ચૂંટણી થશે : ૯૯ ઉમેદવારો મેદાનમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1