Aapnu Gujarat
ગુજરાત

કચ્છની કેસર કેરીનો સ્વાદ ચાખવા હજુ એક મહિનો રાહ જોવી પડશે

કચ્છની કેશર કેરી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે અને સ્વાદમાં પણ બીજા રાજય અને જિલ્લાઓ કરતા સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ હોવાથી કચ્છની કેરીની ખુબજ માંગ હોય છે. કચ્છમાં આંબાના ઝાડ પર માર્ચ મહિનામાં મોર લાગવાની તૈયારી જોવા મળતી હોય છે અને આ કેશર કેરીના ઝાડ પર કેરીને શાખ મેં મહિના અંતિમ દિવસમાં અને જૂન મહિનાની શરૂઆતમાં આવે છે. જયારે મોર લાગતા હોય છે ત્યારે એવું લાગતું હોય છે કે આ વર્ષ કેરીનો પાક સારો થશે પણ જયારે આંબા પર કેરી ઓછી જોવા મળતી હોય છે. આ વર્ષ પણ એવીજ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જયારે રત્નાગીરી(મહારાષ્ટ્ર) તેમજ જુનાગઢ,તળાજા (સૌરાષ્ટ્ર)માં મેં મહિનાની શરૂઆતમાં જ કેરીઓ બજારમાં આવી જતી હોય છે. શરૂઆતમાં આ કેરીના ભાવ ઉંચા હોવાથી ત્યાંના ખેડુતોને ફાયદો સારો થાય છે અને પુરેપુરો પાકનું વેચાણ કરી શકે છે. પાક વહેલો આવવાથી વરસાદનું વિઘ્ન નડતું નથી અને ખેડુતો અને વેપારીઓ વરસાદ પડવાથી પહેલા કેરીઓ વેચાઈ જવાથી સારો એવો નફો કરી લે છે. જયારે કચ્છમાં આ કેરીનો પાક જેઠ મહિનાની અંતમાં તેમજ અષાઢની શરૂઆતમાં આવતા માંડ પંદરથી વિસ દિવસ ખેડુતો અને વેપારીઓ આ કેરીના સોદા કરીને બીજા રાજય તેમજ વિદેશમાં નિકાસ કરતા હોય છે ત્યાં અષાઢ મહિનામાં વરસાદ જેવું વતાવરણ થતા વરસાદી ઝાપટા પડતા ઝાડ પરની કેરી પર વરસાદી પાણી પડતા તેમાં નાની નાની જીવાતો પડવાથી લોકો તેને ખરીદતા નથી. અને વિદેશમાં પણ સપ્લાય નથી થતો અને જે કેરીનો પાક ઉતારેલો ગોડાઉનમાં હોય છે એને નુકસાન નથી થતું. આ બાબતે નખત્રાણા તાલુકાના નવી મંજલના ખેડુત ભીમજીભાઈ હળપાણી જણાવે છે કે કચ્છમાં કેશર કેરીનો પાક મોડો આવવાથી ખેડુતો અને વેપારીઓને વેપાર કરવા માટે પંદર થી વિસ દિવસ માંડ મળે છે. શરૂઆતમાં આ આંબાના ઝાડપર મોર(બુર)એટલા લાગેલા જોવા મળતા હોય છે. પણ ત્યારબાદ માક(ઝાકળ) તેમજ વાતાવરણ સાથે પવન લાગતા મોર સાથે લાગેલી નાની કેરીઓ પડી જતા અધથી વધારે નુકસાન ખેડુતોને ભોગવવાનો વારો આવે છે.

Related posts

ગીતા જયંતિ મહોત્સવની હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે થયેલ ઉજવણી

aapnugujarat

સિવિલમાં ચાર પગવાળી પાંચ મહિનાની બાળકીનું સફળ ઓપરેશન કરાયું

aapnugujarat

લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં ત્રણ આરોપી દસ દિવસના રિમાન્ડ ઉપર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1