Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદી સરકારમાં પેટ્રોલ – ડીઝલના ભાવ 80 નહી પણ, 30 ટકા ભાવ વધ્યો : કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ નિવેદન કરતા જણાવ્યુ છે કે, મોદી સરકાર દરમિયાન પેટ્રોલ – ડીઝલના ભાવમાં 80 નહી પણ, 30 ટકા ભાવ વધ્યો છે. તેમને એમ પણ કહ્યું હતું કે, જો પેટ્રોલ- ડીઝલના ભાવમાં વધારો થયો છે, તો સાથે લોકોના પગારમાં પણ વધારો થયો છે. હરદીપસિંહ પુરીએ જણાવ્યુ હતું કે, યુક્રેન યુદ્ધના કારણે પ્રતિ બેરલનો ભાવ 19.56 ડોલરથી વધીને 130 ડોલર પર પહોંચી ગયો છે. આ સાથે તેમને ગેરભાજપ સાશિત રાજ્યો પર પણ પ્રહારો કરતાં કહ્યુ હતુ કે, જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી, ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 થી 20 રૂપિયાનુ અંતર છે. દિવળીના સમયે ભાજપ શાસિત રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો હતો, પરંતુ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, તમિલનાડુ જેવા રાજ્યોએ ભાવ નહોતો ઘટાડ્યો. હરદીપ પુરીએ રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવા મુદ્દે જણાવ્યુ હતુ કે, જો વ્યાપારની તમામ શરતો બરાબર રહી, તો ભારત રશિયા પાસેથી ક્રુડની આયાત વધારી શકે છે. હાલમાં ભારત માત્ર 0.2 ટકા જ રશિયા પાસેથી ક્રુડ ખરીદે છે.

Related posts

अखिलेश यादव ने समाजवादी पार्टी के कार्यकर्ताओं, पदाधिकारियों की गिरफ्तारी को लोकतंत्र पर आघात बताते हुए इसकी कड़ी निंदा की

aapnugujarat

૫ મહિનામાં ૧૦ રૂપિયાથી વધુ વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

editor

રઘુરામ રાજન લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1