Aapnu Gujarat
ગુજરાત

વલસાડ ખાણ ખનીજ વિભાગનો સપાટોના ગેરકાયદે ચાલતા 70 જેટલા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી

વલસાડ જિલ્લામાં ઉદવાડા નજીક આવેલ બગવાડા ટોલ પ્લાઝા પર અને ધરમપુર મોટા પોન્ઢા રોડ ઉપર ખનીજ ચોરી કરતા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હોતું. મામલતદાર, RTO, ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ સહિત હાથ ધરાયેલ આ સંયુક્ત ચેકીંગમાં 70થી વધુ વાહનોને અટકાવી ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો હતો. વલસાડ જિલ્લાના વહીવટી તંત્રએ શુક્રવારે જિલ્લાના બગવાડા ટોલ પ્લાઝા પાસે તેમજ ધરમપુર વાપી રોડ પર મોટા પોન્ઢા નજીક વિવિધ ટીમ ગોઠવી રેતી, કપચી અને માટી જેવા ખનીજોનું ગેરકાયદેસર રીતે વહન કરી હેરાફેરી કરતાં ખનીજ ચોરો સામે લાલ આંખ કરી હતી. પૂરી તૈયારી સાથે ધરમપુર અને કપરાડા સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં તંત્રની ટીમોએ ખનીજનું વહન કરતાં 70થી વધુ વાહનોને જપ્ત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક સાથે અનેક સ્થળો તંત્રએ હાથ ધરેલી કાર્યવાહી ને કારણે ખનીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્રના વલસાડ અને ધરમપુર પ્રાંત અધિકારીની આગેવાનીમાં 6 મામલતદાર, અને જિલ્લાના આરટીઓ, ખાણ ખનીજ વિભાગ અને ભૂસ્તર વિભાગની ટીમે મળી આ સંયુક્ત કાર્યવાહી કરી હતી. જેના ભાગરૂપે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢામાં અને બગવાડા ટોલનાકા પર તંત્રની ટીમોએ માટી, કપચી અને રેતીનું વહન કરતાં ભારે વાહનો

Related posts

“દાદા-દાદીના દોસ્ત” અભિયાન અંતર્ગત નિ:સંતાન અને જરૂરિયાતમંદ સીનીયર સીટીજનોને રાશનકીટનું વિતરણ

editor

અમદાવાદમાં દુકાનદારો-વેપારીઓને ગુમાસ્તા ધારાનું સર્ટિફિકેટ ઓનલાઇન મળશે

aapnugujarat

હાર્દિક પટેલનું પૂતળા દહન, પત્રિકા વાયરલ થઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1