Aapnu Gujarat
ગુજરાત

૨મજાન મહિના માં 26 અને 27 માં રોજાનુ વિશેષ મહત્વ, પાટણની મન્નત સોસાયટીમાં રહેતા બાળકે 26 નું રોઝુ કર્યું

ઈસ્લામધર્મમાં પાંચ પ્રકારની ઈબાદતોને આધારસ્તંભ માનવામાં આવે છે જેમાં રોઝા, કલીમા, નમાઝ, જકાત અને હજને અતિપવિત્ર ગણવામાં આવે છે. રમઝાન હિજરત સંવત પ્રમાણે નવમા મહિનામાં મુસ્લીમ બિરાદરોનો એક માસ એટલે રોઝાનો પવિત્ર રમજાન મહિનો.

પાટણ શહેર સહિત જિલ્લામાં રમજાન માસ હવે અંતિમ ચરણમાં પહોંચી ચુક્યો છે. આ મહિનામાં મુસ્લીમ બીરાદરો રોજ પાંચ પ્રકારની નમાઝ અદા કરી અલ્લાહતાલાની બંદગી કરી રહયા છે.ત્યારે દરેક ધર્મસંપ્રદાયમાં આવતા ધાર્મિક મહિનાઓમાં અલગ અલગ દિવસનું અલગ અલગ મહત્વ રહેલું છે તેમ ૨મજાન માસમાં 26 અને27 માં રોજાનુ વિશેષ મહત્વ રહેલું છે.

પાટણની મન્નત સોસાયટીમાં રહેતા મનસુરી આહીલ એઝાજભાઈએ 26 રોજા વિશે જણાવ્યું હતું કે આ દિવસે અલ્લાહતાલાની બંદગી કરવાથી તેની દુઆ કબુલ થાય છે..અને મેં પણ સમગ્ર દેશવાસીઓમાં અમન, ભાઈચારો જળવાઈ રહે તેવી અલ્લાહતાલાને બંદગી કરી છે.

ઈસ્લામ ધર્મગ્રંથમાં વર્ણવ્યા મુજબ આ દિવસે કુરાનખરીનું ઉતરાણ થયું હતું. ત્યારે 26અને27 મું રોજાને શબેકદ્ર રાત તરીકે ઉજવે છે. તો આ દિવસે મુસ્લીમ બિરાદરો મોડી રાત સુધી અલ્લાહની બંદગી કરી પોતાના પાપનો એકરાર કરે છે. ખાસ કરીને મુસ્લીમ સિવાય પણ હિન્દુધર્મનાં કેટલાક કોમના લોકોએ આ રોજો કરી પુણ્ય કમાતા હોય છે.

Related posts

બાળકીનું અપહરણ કરનારો ઝડપાયો

aapnugujarat

अंबाजी के शिखर पर १४० किलो सोना चढ़ाया जाएगा

aapnugujarat

ભાવનગરમાં રહેતા અલંગમાં સ્ક્રેપની દલાલી કરતા વેપારીના ઘરેથી ૩૦ લાખની ચોરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1