Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમાં રહેતા અલંગમાં સ્ક્રેપની દલાલી કરતા વેપારીના ઘરેથી ૩૦ લાખની ચોરી

મૂળ રાજસ્થાનના અજમેરના વતની અને વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થયેલા તથા અલંગ શિપબ્રેકિંગયાર્ડમા સ્ક્રેપની દલાલી તથા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ધરાવતા પારસ શંભુસિંગ મેરતવાલ પત્ની તથા બે પુત્રી એક પુત્ર સાથે સુભાષનગરમા આવેલી લક્ષ્મી સોસાયટીના પ્લોટનં-૪૦/એ મા સહ પરિવાર વસવાટ કરે છે. જેમાં પારસભાઈની નાની પુત્રી હિમાનીના એડમિશન માટે પારસભાઈ તેમના પત્ની મેનાબેન પુત્ર દિવ્યાંશુ સાથે ગત ૧૦ જૂનના રોજ મુંબઈ ગયાં હતાં. જ્યારે મોટી પુત્રી વિનીતાને વતન જવાનું હોવાથી તે અહીં ઘરે જ રોકાઈ હતી. તમારા રસોડાનો દરવાજો ખુલ્લો છે. આથી તેઓએ પડોશીને તપાસ કરવા મોકલતા મેઈન દરવાજાના તાળા તૂટેલા હોવા સાથે રૂમમાં સર-સામાન વેરવિખેર હાલતમાં જણાતા પડોશીએ ફરી પારસભાઈને કોલ કરી ઘરમાં ચોરી થયાની જાણ કરતાં તેઓ મુંબઈથી હવાઈ માર્ગે મુંબઈથી ભાવનગર આવી પહોંચ્યા હતાંય બી-ડીવીઝન પોલીસ એલસીબી એસઓજી તથા સીટી ડીવાયએસપી સફીન હસન સહિતનો કાફલો સ્થળપર દોડી આવ્યો હતો. જેમાં મકાન માલિક ઘરે આવતા તેમણે તપાસી સોના-ચાંદીના દાગીના રોકડા રૂપિયા એક મોબાઈલ સહિત આશેર કુલ રૂ.૩૦ લાખનોનો મુદ્દામાલ ચોરી થયાની માહિતી આપી હતી. આ બનાવ અંગે મકાન માલિકે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી. મકાન માલિક આવ્યા પૂર્વે પોલીસે મકાનને સિલ કરી મકાન આસપાસ લાગેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે આસપાસના લોકોમાં થતી ચર્ચા મુજબ આ ચોરીની ઘટનાને કોઈ જાણભેદુ શખ્સોએ અંજામ આપ્યો હોવો જોઈએ. હાલમાં તપાસ શરૂ છે. આથી વધુ માહિતી પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે. આ ઘટનાને પગલે આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. તા.૧૨ જૂનને સુભાષનગર વિસ્તારમાં આવેલ બાલા હનુમાન પાર્કમાં ૬ લૂંટારોની ગેંગએ ૯૫ હજારની ચોરી કરી ફરાર થવા જતા મકાન માલિકે ચોરને પકડવા જતા કુહાડી વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ ચોર ગેંગ સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ હતી. હજી એ ઘટનાને માત્ર ત્રણ દિવસ થયા છે. ત્યાં ચોરએ બીજી ચોરીને અજામ આપ્યો હતો. હજી સુધી ચોરો પોલીસ પકડથી દૂર છે. ત્યારે માત્ર ૩ દિવસના ગાળામાં બીજી ચોરી થતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલી લક્ષ્મી સોસાયટીમાં રહેતા અને અલંગમાં સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલ દલાલના બંધ મકાનને અજાણ્યા શખ્સો નિશાન બનાવી રૂપિયા ૩૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરટાઓ-ધાડપાડુઓને મોકળું મેદાન મળ્યું હોય તેમ છાશવારે ઘરફોડ ચોરીના બનાવોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

Related posts

ઉદેપુર – અમદાવાદ વાયા હિંમતનગર ચાલતી મોતની સવારી

aapnugujarat

भारी हर्षोल्लास के साथ जगन्नाथ भगवान की जलयात्रा निकली

aapnugujarat

२५ दिसम्बर को शपथ ले सकती क्च।क्क की नई सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1