Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં માતાએ જ પોતાની સગીર પુત્રીને મોતને ઘાટ ઉતારી

વડોદરાના આજવા રોડ પર માતા દ્વારા પુત્રી પર થયેલા હિચકારા હુમલાની ઘટનાની વિગત એવી છે કે, ૨૦૧૩માં માતાએ છૂટાછેડા લેતાં માતા-પુત્રી આજવા રોડ પર રહેવા આવ્યાં હતાં અને ઓનલાઇન વ્યવસાય દ્વારા જીવન ચલાવતાં હતાં. દરમિયાન બે વર્ષ અગાઉ ૩૯ વર્ષિય માતાને એક યુવક સાથે ઓનલાઇન પરિચય થતાં મૈત્રી સંબંધ કેળવાયો હતો, જે અંગે ૧૩ વર્ષિય પુત્રીને જાણ થતાં ઝઘડા થતા હતા. દરમિયાન પુત્રી યુવકની નજીક આવી હોવાનું જણાતાં અવાર-નવાર ઝઘડા થતા હતા, જેનો કરુણ અંજામ આવ્યો હતો. માતા શાક સમારતી હતી ત્યારે તેનો પુત્રી સાથે ઝઘડો થયો હતો. જેમાં માતાએ ઉશ્કેરાઈને પુત્રી પર ચપ્પુથી હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત યુવતીને માતા દ્વારા જ સયાજી હોસ્પિટલમાં ખસેડી તેની સારવાર કરવામાં આવી રહી છે. જોકે હાલના તબક્કે કોઇ ફરિયાદ નોંધાઈ નથી. સગી દીકરી પર ચાકુથી હુમલો કર્યા બાદ માતાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ૨ વાર ફોન કર્યો હતો કે, મેં મારી છોકરીને મારી નાખી છે. જેને પગલે બાપોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. બાપોદ પોલીસ સ્થળ પહોંચી ત્યારે કિશોરીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. માતાએ પુત્રી પર ચપ્પુથી કરેલા હુમલા અંગે પોલીસને બાવ બન્યાના લાંબા સમય પછી પણ કોઈ ફરિયાદી મળ્યું નહોતું. પોલીસ દ્વારા મહિલાના સંબંધીઓને બોલાવી બનાવમાં ફરિયાદી થવા માટે જણાવ્યું હતું, પરંતુ તેમના સ્વજનો પણ આ બાબતથી દૂર રહેવા માગતા હતા. પુત્રી પર જીવલેણ હુમલો કરી નિર્દયી માતાએ પોતાનો આક્રોશ ઠાલવ્યા બાદ તેને સારવાર માટે લઈ જવા ૧૦૮ને ફોન કર્યો હતો. ૧૦૮ની મદદથી તે લોહીલુહાણ હાલતમાં પુત્રીને સયાજી હોસ્પિટલમાં લઇ ગઇ હતી, જ્યાં તેણે પોલીસને સમગ્ર વિગત જણાવી હોવાનું જાણવા મળે છે. પુત્રી પર ચપ્પુથી જીવલેણ હુમલો કરનાર માતાના અગાઉ લગ્ન થયેલા છે અને તેના બે વખત છૂટાછેડા થયા છે, જ્યારે ઘરેલુ ઝઘડાના કારણે બે વખત પોલીસ ફરિયાદ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. માતાનો હાલ જે બોયફ્રેન્ડ છે તે હાલ વિદેશ ગયો હોવાની ચર્ચા સાંભળવા મળી છે.છૂટાછેડા લીધેલી માતાએ પોતાના જીવનસાથી તરીકે પુરુષ મિત્ર સાથે વિકસાવેલા સંબંધમાં પુરુષે પુત્રી પર પણ દાનત બગાડી હોવાની શંકા જતાં માતા-પુત્રી વચ્ચે ચાલી રહેલા ખટરાગનો કરુણ અંજામ આવ્યો હતો. શાક સમારવા બેઠેલી માતા સાથે પુત્રીનો ઝઘડો થતાં માતાએ પુત્રી પર ચપ્પુના ૨૦ જેટલાં ઘા ઝીંક્યા હતા. જેમાં ગંભીર રીતે ઈજા પામેલી પુત્રીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સમા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોના ખેત પેદાશોના વેચાણ માટે સરકારશ્રીનો નવીન અભિગમ

editor

આણંદના ગામડીની યુવતીને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

aapnugujarat

भाजपा में शामिल होंगे अल्पेश ठाकोर और धवन सिंह झाला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1