Aapnu Gujarat
ગુજરાત

આણંદના ગામડીની યુવતીને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

આણંદના ગામડી ગામે રહેતી યુવતીને સાત વર્ષ પહેલા પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેને અલગ અલગ સ્થળે લઇ જઇ દૂષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે યુવતીએ આણંદ શહેર પોલીસમાં યુવક સામે ફરિયાદ આપતાં આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આણંદના ગામડી ગામે રહેતી ૨૪ વર્ષીય યુવતી સાત વર્ષ પહેલા રાવડાપુરાના લગ્નના સમારંભમાં મયુર વિજય ચાવડા (રહે.કૈલાસફાર્મ રોડ, ગણેશ ચોકડી, આણંદ) સાથે પરિચય થયો હતો. બન્ને વચ્ચે થોડી વાતચીત બાદ ઘનિષ્ઠ મિત્રતા કેળવી હતી. બાદમાં એક દિવસ વિદ્યાનગર જીઆઈડીસીમાં આવેલી તેના મિત્ર વિકાસની ઓફિસે લઇ ગયો હતો. જ્યાં વિકાસે પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો. આ સમયે યુવતીએ તેના પર વિશ્વાસ મુકયો હતો. જે તકનો લાભ લઇ મયુરે તેના પર દૂષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં બારદાનવાલા કોમ્પ્લેક્સ પાસે મુકી જતો રહ્યો હતો. આ ઘટનાના એક મહિના બાદ મયુરે ફરી ફોન કરી સો ફુટ રોડ પર આવેલી હોટલ ગ્રીનવુડમાં લઇ ગયો હતો. જ્યાં ફરી મયુરે દૂષ્કર્મ ગુજાર્યું હતું. આમ, વારંવાર મયુર હોટલ ગ્રીન વુડમાં લઇ જઇ દુષ્કર્મ આચરતો હતો. દરમિયાનમાં એક દિવસ યુવતી કાલસર સામે તેની બહેનના ઘરે ગઇ હતી. ત્યાં વારંવાર મયુરના ફોન આવતાં હતાં. આથી, યુવતીએ તેની પત્ની સાથે છુટાછેડા લઇ લે નહીંતર મને છોડી દે. તેમ કહ્યું હતું. આ સમયે મયુરે છુટાછેડા લઇ લેવા તૈયારી દર્શાવી હતી.
દરમિયાનમાં ૧૪મી નવેમ્બર,૨૨ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ યુવતી ઘરે હતી તે સમયે મયુરે ફોન કરી વ્યાયામશાળા મળવા બોલાવી હતી. બાદમાં મુંજકુવા ગામે ગયાં હતાં. ત્યાં રાત રોકાઇને વડોદરા ગયાં હતા અને ભાડાનું મકાન શોધી સાથે રહેવા લાગ્યાં હતાં. આ મકાનમાં એકાદ મહિનો રોકાયા તે દરમિયાન અવાર નવાર મયુરે દૂષ્કર્મ ગુજાર્યું હતું. જોકે, ૧૯મી ડિસેમ્બરે અચાનક મયુરના કાકી નયનાબહેન ઘરે આવ્યાં હતાં અને ત્યાં જ રોકાયાં હતાં. બીજા દિવસે તેનો પરિવાર પણ અન્ય બે ત્રણ માણસો સાથે આવી પહોંચ્યો હતો અને યુવતી તથા મયુરને અલગ અલગ ગાડીમાં બેસાડી લઇ ગયાં હતાં. અલબત્ત, યુવતીને ઘરે મોકલી દીધી હતી. બાદમાં મયુરે સંપર્ક કરવાનો બંધ કરી દીધો હતો. આમ, મયુરે તેની પત્ની હોવા છતાં ખોટી રીતે ફસાવી લગ્ન કરવાનો વિશ્વાસ આપી પ્રેમ કરવાનું નાટક કરી અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતો. આથી, યુવતીએ મયુર વિજય ચાવડા સામે ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ગેરકાયદેસર પિસ્ટલ-કાર્ટીસ સાથે એક શખ્સ ઝડપાયો

editor

नवरात्र के आठवें दिन रोमियोगिरी करते १२ युवक पकड़े गए

aapnugujarat

પિપળેશ્વર મહાદેવ મંદિર ખાતે યજ્ઞ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1