Aapnu Gujarat
ગુજરાત

કુડાસણમાં હવેલી કાફે નામના હુક્કાબાર પર એસઓજીનાં દરોડા

ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ઈન્ફોસિટી પોલીસ મથકની હદમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે, કુડાસણ શિવાલય ક્રોસ રોડ પર આવેલ હવેલી કાફેમાં માણસાનાં લીંબોદરા ગામનો મુકુંદસિંહ તથા કુડાસણનો ભાર્ગવ પટેલ ભાગીદારીમાં હવેલી કાફે નામના હુક્કાબારનાં ઓથાર હેઠળ છોકરા છોકરીઓને નિકોટીન યુક્ત ફ્લેવર હુક્કો પીવડાવવાની પ્રવૃતિ ચલાવી રહ્યા છે. જેનાં પગલે એસઓજીની ટીમે ઉક્ત કાફેમાં દરોડો પાડયો હતો. જ્યાં ટેબલ ખુરશી ગોઠવેલી હતી. જેનાં કાઉન્ટર પર બેઠેલ ઈસમનું નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ ક્રીપાલિસંહ સુરુભા વાઘેલા (રહે મ.નં. ૭ સરણમ વીલા, કાટી રોડ, સાણંદ, મૂળ ગોંધાવી) હોવાનું જણાવ્યું હતું. જ્યારે હુક્કા બારના બંને ભાગીદારો આજે આવ્યા નહીં હોવાની વધુમાં કબૂલાત કરી હતી.
જયારે અત્રેનાં કાફેમાં કામ કરતાં સુખદેવભાઇ છગનભાઇ પંડયા, દેવેન્દ્ર ભૂરાનાથ રાવલ, ફિરોઝ અબ્દુલલતીફ ઉદિન પણ મળી આવ્યા હતા.
બાદમાં એસઓજીએ દરોડાની આગળની કાર્યવાહી શરૂ કરતાં છોકરા છોકરીઓ હુક્કાનો કશ મારતા મળી આવ્યા હતા. જ્યાંથી અહીં કામ કરતો અશદહુસૈન શાહઆલમ પણ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે હુક્કા બારની તલાશી લેતાં હુક્કાના પોટ, હુક્કાની પાઇપો, અલગ અલગ ફલેવરનાં નાના મોટા પેકેટ તથા ડબ્બા, ત્રણ મોબાઈલ ફોન સહિત અન્ય સામાન મળીને કુલ રૂ. ૧ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી હુક્કા બારના ભાગીદારો સહિત પાંચ ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં હુક્કા બાર ચલાવવા માટે કોર્પોરેશનનું લાયસન્સ પણ નહીં હોવાનું પણ બહાર આવ્યું છે.

Related posts

ભાજપનાં ધારાસભ્ય પ્રદીપ પરમારની ઓફિસ બહારનું ગેરકાયદે દબાણ દૂર કરાયું

aapnugujarat

રેયોન કંપની દ્વારા ૧૫ લાખના મેડીકલ સામગ્રીનું અનુદાન

editor

મિડિયામાં રહેવા માટે કોંગ્રેસી નેતાઓના પ્રયાસો છે : વાઘાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1