Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચાર

મુળી ના સરલા ગામે કોલસાની ખાણમાં ભેખડ ધસી પડતાં મજુર નું કમકમાટીભર્યુ મોત

મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં કોલસાની ખનિજ ચોરી બેફામ

મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં ખનિજ સંપત્તિથી ભરપુર માત્રામાં મળી આવે છે ત્યારે અહીં કોલસો અને સફેદ માટી રેતી નું ગેરકાનૂની ખોદકામ કરી ખનન વહન થાય છે જેમાં અનેક આકસ્મિક મૃત્યુ ની ઘટના ઓ પણ બને છે તેમાં અનેક મજુરીકામ કરતાં મજુરો ને જીવ ખોવા નો વારો આવે છે ત્યારે સરલા ગામે ચાલતી કોલસાની ખાણમાં ભેખડ ધસી પડતાં કામ કરતાં યુવાન નું મૃત્યુ નિપજયું હતું સમગ્ર ઘટના ની વિગતો લોકચર્ચા માં જાણવા મળ્યું હતું કે સરલા નાં ખેડૂત ખાતેદાર ની જમીન માં ખનિજ માફીયાઓ દ્વારા ખોદકામ ચાલુ કરવામાં આવેલ હતું અને લાંબા સમયથી આ કામ ચાલુ છે ત્યારે મળતી માહિતી મુજબ મૃતક યુવાન મુળી તાલુકાનાં માનપર ગામનો રહેવાસી હતો આ બાબતે માનપર સરપંચ નો સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતુ કે રણજીત ભાઈ રામજીભાઈ ઉ.વ.૩૭ આશરે નું કોલસાની ખાણમાં ભેખડ ધસી પડતાં મોત નિપજ્યું હતું આ બાબતે સરલા સરપંચ નો સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતુ કે સરલા માં ખનિજ ચોરી થાય છે આ બાબતે અમો એ કલેકટર,ખાણ ખનીજ, મામલતદાર ને લેખિતમાં રજૂઆત કરેલ છે પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

ખનિજ માફીયાઓ દ્વારા મજુર નું કમકમાટીભર્યુ મોત ની ઘટના દબાવવા માટે કોઈ કાયદાકીય કાર્યવાહી ન થાય તે માટે લાખો રૂપિયા મૃતક નાં કુટુંબીજનો ને આપી સમાધાન કરી લેતા હોય છે ત્યારે આ બાબતે કોઈ કાયદાકીય કાર્યવાહી થતી નથી

Related posts

આઝાદીના ૭૫ વર્ષે ભાજપનો બોરસદ બેઠક ઉપર વિજય

aapnugujarat

કેન્દ્ર સરકારના સચિવોથી પણ ઓછું છે રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિનું વેતન

aapnugujarat

ड्राइविंग लाइसेंस का कार्य निजी कंपनियों को सौंपा जाएगा : केन्द्र की गाइडलाइन अनुसार टेन्डर प्रकिया होगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1