Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેન્દ્ર સરકારના સચિવોથી પણ ઓછું છે રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિનું વેતન

૭મું વેતન આયોગ લાગુ થયા બાદ પણ રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિનું માસિક વેતન દેશના ઉચ્ચ નોકરશાહોની સરખામણીમાં ખૂબ જ ઓછું છે. ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલોના વેતન ભથ્થામાં વધારો કરવા માટે એક વર્ષ પહેલા પ્રસ્તાવની વ્યૂહરચના તૈયાર કરી હતી. પરંતુ હજુ સુધી એની પર કેબિનેટની મંજૂરી મળી શકી નથી. એનામાં કાયદામાં સંશોધન થઇ શક્યું નથી.હાલમાં રાષ્ટ્રપતિનું માસિક વેતન ૧.૫ લાખ, ઉપરાષ્ટ્રપતિનું ૧.૨૫ સાખ અને રાજ્યપાલનું ૧.૧૦ લાખ રૂપિયા છે. આ ઉપરાંત એમને માસિક ભથ્થા અને અન્ય સુવિધાઓ પણ મળે છે. એમનું વેતન વધારવા માટે ગૃહ મંત્રાલયે પોતાના પ્રસ્તાવ પર કેબિનેટ મંજૂરીની રાહ જોઇ રહ્યા છે.કેન્દ્રીય કેબિનેટના સચિવ દેશના સૌથી મોટા નોકરશાહ હોય છે. ૧ જાન્યુઆરી ૨૦૧૬એ ૭ મું વેતન આયોગ લાગૂ થયા બાદ એમનું વેતન ૨.૫ લાખ પ્રતિ માસ થઇ ગયું છે. જ્યારે કેન્દ્ર સરકારમાં કોઇ સચિવને ૨.૨૫ લાખ રૂપિયા પ્રતિમાસ મળે છે.પ્રસ્તાવનો કાયદો બન્યા બાદ રાષ્ટ્રપતિનું વેતન ૫ લાખ રૂપિયા પ્રતિમાસ, ઉપરાષ્ટ્રપતિનું વેતન ૩.૫ લાખ રૂપિયા પ્રતિમાસ અને રાજયપાલનું વેતન ૩ લાખ રૂપિયા પ્રતિમાસ થઇ શકે છે.જણાવી દઇએ કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલોનું વેતન છેલ્લી વખત ૨૦૦૮માં વધ્યું હતું, જ્યારે સંસદે ત્રણ ગણી વધારાની મંજૂરી આપી હતી. વર્ષ ૨૦૦૮ સુધી રાષ્ટ્રપતિનું વેતન ૫૦,૦૦૦ રૂપિયા, ઉપરાષ્ટ્રપતિનું ૪૦,૦૦૦ રૂપિયા અને રાજ્યપાલનું ૩૬,૦૦૦ રૂપિયા હતું.

Related posts

મહારાષ્ટ્ર સરકારે ચર્ચાનું આમંત્રણ આપી આંદોલનકારી કિસાનોને શાંત પાડ્યા

aapnugujarat

દાઉદ ઇબ્રાહીમ અને ઝાકીર નાઇક વચ્ચે ખાસ સંબંધ

aapnugujarat

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહનઃ ભીમ એપને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવાની સરકારની તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1