Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મન કી બાત : પીએમ મોદીએ કહ્યું, લોકો જણાવે તેમનો અભિપ્રાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યક્રમ ‘મન કી બાત’ને લઈને લોકોને પોતાનો અભિપ્રાય જણાવવા કહ્યું છે. પીએમ મોદીએ નરેન્દ્ર મોદી મોબાઈલ એપ્લીકેશન પર સંદેશ લખીને જણાવ્યું કે, આગામી ૨૬ નવેમ્બરે તેમના કાર્યક્રમ ‘મન કી બાત’ને લઈને દેશની જનતા તેમના વિચાર પીએમ મોદી સાથે શેર કરી શકે છે.આ અંગે પીએમ મોદીએ ટ્‌વીટ કરીને પણ જણાવ્યું કે, દેશના લોકો ૧૮૦૦-૧૧-૭૮૦૦ નંબર ડાયલ કરીને પણ મન કી બાત માટે પોતાનો સંદેશ રેકોર્ડ કરી શકે છે. આ સિવાય માયગવના ઓપન ફોરમમાં પણ તેમના વિચાર જણાવી શકે છે.માયગવ વેબસાઈટ પર જણાવવામાં આવ્યું કે, હંમેશાની જેમ આ વખતે પણ પીએમ મોદી એ વિષયોને પ્રાધાન્ય આપશે જે જનતા માટે મહત્વના છે. સાથે જ લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે કે, તેઓ પણ પોતાની સમસ્યા અને મુદ્દાઓથી પીએમને માહિતગાર કરે જેથી વડાપ્રધાન તે અંગે પોતાનો અભિપ્રાય રજૂ કરી શકે.વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે, મન કી બાત કાર્યક્રમ માટે લોકો પોતાનો સંદેશ હિન્દી અને અંગ્રેજી બન્ને ભાષાઓમાં રેકોર્ડ કરાવી શકે છે. ઉપરાંત કેટલાક સંદેશાઓ જેનો સંબંધ સીધો દેશની જનતા સાથે હશે તેને કાર્યક્રમમાં પ્રસારિત પણ કરવામાં આવશે.

Related posts

શરદ પવાર લોકસભાની ચૂંટણી નહીં લડે

aapnugujarat

દેશના તમામ ચોરને ચોકીદાર યોગ્ય જગ્યા પર પહોંચાડી દેશે : પૂર્વાંચલમાં વડાપ્રધાન મોદીની સિંહગર્જના

aapnugujarat

શેર અને મ્યુચ્યુઅલ ફંડ યુનિટો ખરીદવા આધાર ફરજિયાત થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1