Aapnu Gujarat
રમતગમત

ઇગ્લેન્ડના ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે જો રૂટનું રાજીનામું

ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી જો રૂટે રાજીનામું આપી દીધું છે. રૂટ 2017થી ટેસ્ટ ટીમનો કેપ્ટન હતો. પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂક બાદ જો રૂટને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો રૂટની કેપ્ટનશીપમાં ઇગ્લેન્ડની ટીમને એશિઝમાં 4-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. એશિઝ સિરીઝ પછી ઇંગ્લેંડ ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગઇ હતી. જેમાં ઇગ્લેન્ડની ટીમે 1-0થી સીરીઝ ગુમાવી હતી.
કેપ્ટન તરીકે રૂટે 64 માંથી 27 ટેસ્ટ જીતી
31 વર્ષીય રુટે 2017 થી 64 ટેસ્ટમાં ઇંગ્લેન્ડની કેપ્ટનશીપ કરી છે. જેમાં ટીમ 27 માં જીતી હતી, જ્યારે 26 માં હારી છે. દરમિયાન રૂટે કેપ્ટન તરીકે 5295 રન 46.44 સરેરાશથી બનાવ્યા છે. રૂટે 14 સદી અને 26 અડધી સદી ફટકારી છે.
ઇંગ્લેંડમાં એક ટેસ્ટ કેપ્ટન તરીકે જો રૂટના નામે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ છે. તેની કેપ્ટનશીપ હેઠળ ઇંગ્લેંડ ટીમે 27 મેચ જીતી હતી, જે માઇકલ વોનથી ત્રણથી વધુ અને એલિસ્ટર કૂક અને એન્ડ્રુ સ્ટ્રોસથી વધુ છે.
જો રૂટે કહ્યું કે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ બાદ મે કેપ્ટનશીપ છોડવા અંગે નિર્ણય લીધો હતો. મેં મારા પરિવાર સાથે વાત કરી પછી આ નિર્ણય લીધો. હું જાણું છું કે આ યોગ્ય સમય છે. મારા દેશ માટે રમ્યો અને છેલ્લા 5 વર્ષથી ટીમની કેપ્ટનશીપ કરી જેનો મને ગર્વ છે. ઇંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી )એ આ વર્ષે ફેબ્રુઆરીમાં કોચ ક્રિસ સિલ્વરવુડને બરતરફ કર્યા હતા. આનું કારણ એશિઝ સિરીઝ અને 2021 માં ટીમનું નબળું પ્રદર્શન પણ હતું.

Related posts

અફઘાનમાં તાલિબાનના કબજા બાદ રાશિદ ખાને કહ્યું : સુઇ પણ શકતો નથી

editor

ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી માટે આજે ટીમની ઘોષણા

aapnugujarat

વેરાવળ ખાતે રાજ્યકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધામાં ૪૦૦ ઉપરાંત સ્પર્ધકો સહભાગી થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1