Aapnu Gujarat
ગુજરાત

ઢોર નિયંત્રણ કાયદો હાલ પુરતો મોકુફ

માલધારી સમાજના આગેવાનો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલની બેઠક પૂર્ણ થઈ છે. જેમાં હાલ પુરતો ઢોલ નિયંત્રણનો કાયદો મોકુફ રાખવામાં આવ્યો છે. માલધારી સમાજના આગેવાનોની બેઠક પૂૂર્ણ થયા બાદ પૂર્વ મંત્રી રણછોડ રબારીએ નિવેદન આપ્યું હતું. હાલ પૂરતુ આ બિલ મોકુફ રાખવામાં આવ્યું છે.

સીએમ નિવાસ સ્થાને માલધારી સમાજના આગેવાનોની ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક 10.30 કાલાકે યોજાઈ હતી. એક કલાકથી વધુ સમય બેઠક ચાલી હતી. ગુજરાતમાં ઢોર નિયંત્રણ બિલ 31 માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સખત વિરોધ વચ્ચે બહુમતીના જોરે પસાર કરવામાં આવ્યું હતું. જેનો નિર્ણય હાલ પુરતો મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બેઠકમાં ખાસ કરીને પૂર્વ મંત્રી રણછોડ રબારી, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ રબારી, ગોપાલ નિગમના પૂર્વ ચેરમેન અર્જુન રબારી, એપીએમસી ડીસાના ચેરમેન અર્જુન રબારી, પૂર્વ ધારાસભ્ય ભવન ભરવાડ, તાલુકા પંચાયત ધોળકાના પ્રમુખ તેમજ બોટાદ ડેરીના ચેરમેન સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમને સીએમ સમક્ષ કાયદાને લગતા સૂચનો સરકાર સામે રજૂ કર્યા હતા. જેથી બેઠક પૂર્ણ થયા બાદ આ પ્રકારનો નિર્ણય હાલ પુરતો લેવામાં આવ્યો છે.

સીઆર પાટીલે ઢોર નિયંત્રણ કાયદાને લઈને ફેરબદલ કરવા માટેનું મોટુ નિવેદન આ બિલમાં ફેર વિચારણાને લઈને આપ્યું હતું અને સીએમ સાથે બેઠક પણ કરી હતી અને આ બિલને લઈને ફેરબદલ કરવા વિનંતી કરી હતી. એ પછી આ બેઠક યોજવામાં આવી હતી.

Related posts

એટ્રોસીટી એક્ટનો મૂળભૂત કાયદો અમલમાં છે : સરકાર

aapnugujarat

ગાંધીનગરમાં સોમનાથ બ્રહ્મકર્મ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બે દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ

editor

હિંમતનગરમાં રાષ્ટ્રીય કરણી સેના દ્વારા સરકાર વિરુદ્ધ શાંતિપૂર્ણ વિરોધ

editor

Leave a Comment

UA-96247877-1