Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ શહેરની આગામી ર૦પ૦ના વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ પ્રાેજેક્ટ શું છે

રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અન્વયે સસ્ટેઇનેબલ અને સમયાનુકુલ વિકાસ કામો ભવિષ્યના લાંબાગાળાના આયોજન સાથે હાથ ધરવા સંબંધિત મહાનગરપાલિકાઓને વર્લ્ડ બેન્ક દ્વારા લોન આપવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ અંગે હાથ ધરવામાં આવેલા જુદા જુદા પ્રોજેકટ્સની રૂપરેખા સાથેનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરની આગામી ર૦પ૦ના વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્રોજેકટ્સ હાથ ધરવામાં આવેલા છે. વર્લ્ડ બેન્ક દ્વારા રૂ. ૩૦૦૦ કરોડની જે લોન અમદાવાદને ફાળવવામાં આવશે તે અંતર્ગત જે કામો-પ્રોજેકટ્સ હાથ ધરવાના થાય છે.

તેમાં હયાત એસ.ટી.પી.ની કેપેસિટીમાં વધારો અને ટેક્નોલોજી અપગ્રેડેશન, નવા એસ.ટી.પી ના નિર્માણ, ઇન્ડસ્ટ્રીયલ રિયુઝ માટે ટર્શરી ટ્રિટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ, હયાત મુખ્ય ડ્રેનેજ લાઇનોના રિહેબિલિટેશન અને નવા માઇક્રો ટનલીંગ લાઇનોના કામ, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ અને તળાવ ડેવલપમેન્ટ તથા તેની સાચવણી અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનના કામોનો સમાવેશ થાય છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કામો ત્વરાએ શરૂ કરી સમયસર પૂર્ણ કરવા માટે બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. વર્લ્ડ બેન્કની ટિમના પ્રતિનિધિઓ ગુજરાતના વિકાસ અને હેરિટેજ સિટી અમદાવાદના અદ્યતન વિકાસથી પ્રભાવિત થયા હતા.

વર્લ્ડ બેન્કની આ ટિમ તા.૧૩ એપ્રિલ સુધી અમદાવાદમાં છે તે દરમ્યાન મહાપાલિકાના આ પ્રોજેકટ્સના અહેવાલો મેળવશે અને ત્યારબાદ તેના આધારે આગામી જુલાઇ-ર૦રર સુધીમાં લોન અંગેની પ્રક્રિયાઓ પૂર્ણ કરી અમદાવાદ મહાપાલિકાને આ લોન અપાશે

Related posts

६० फीट के २८ मार्ग बारिश के पानी में पूर्णरूप से धुले

aapnugujarat

નિવાસી અધિક કલેક્ટરશ્રી બારીયાના અધ્યક્ષપદે નર્મદા જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની મળેલી બેઠક

aapnugujarat

प्रोपर्टी टैक्स में आगामी २ वर्ष एक रुपये की वृद्धि नहीं होगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1