Aapnu Gujarat
બિઝનેસ

શેરબજારમાં વિદેશી રોકાણકારોએ ૧૭ હજાર કરોડ કરતાં પણ વધુનું રોકાણ કર્યું

શેરબજારમાં વિદેશી રોકાણકારોનું રોકાણ વધી રહ્યું છે. નાની અને મધ્યમ કદની કંપનીઓમાં પણ રોકાણકારો હિસ્સો વધારી રહ્યા છે.
ઊંચા રોકાણના પગલે પાછલા સપ્તાહે જ નિફ્ટીએ ૧૦,૧૦૦ની સપાટી ક્રોસ કરી હતી.મે-જૂન-જુલાઇ ૨૦૧૭ એમ ત્રણ મહિનામાં વિદેશી રોકાણકારોએ સ્થાનિક ઈક્વિટી બજારમાં ૧૭ હજાર કરોડ કરતાં પણ વધુનું રોકાણ કર્યું છે, જ્યારે પાછલા વર્ષે ઓગસ્ટ મહિનાનો ડેટા જોઇએ તો એફઆઇઆઇએ સ્થાનિક ઇક્વિટી બજારમાં ૯,૭૦૦ કરોડથી પણ વધુનું રોકાણ કર્યું હતું.ઊંચા વિદેશી રોકાણના કારણે જીએમડીસી કંપનીના શેરમાં પાછલા એક વર્ષમાં ૭૪ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે, જ્યારે ગુજરાત અંબુજા એક્સપોર્ટ કંપનીના શેરમાં ૫૧ ટકા, ગુજરાત આલ્કલી એન્ડ કેમિકલ કંપનીમાં ૩૮ ટકાનો સુધારો જોવાયો છે.
શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સારું ચોમાસું, લાર્જકેપ કંપનીના અપેક્ષા કરતાં સારાં પરિણામો, વ્યાજદરમાં ઘટાડો થવાની આશા તથા વૈશ્વિક બજારના સકારાત્મક પરિબળો વચ્ચે એફઆઈઆઈનું વિદેશી રોકાણ વધી શકે છે.

Related posts

આરબીઆઇની ધિરાણનીતિની બેઠક સ્થગિત

editor

વડાપ્રધાન મોદીના હસ્તે બનાસકાંઠામાં બનાસ ડેરી સંકુલનુ લોકાર્પણ

aapnugujarat

૮૦ ટકા પેટ્રોલિયમ પેદાશ ઉપર ભારત આધારિત છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1