Aapnu Gujarat
બિઝનેસ

આરબીઆઇની ધિરાણનીતિની બેઠક સ્થગિત

રિઝર્વ બેન્ક દ્વારા મોનેટરી પોલિસી કમિટીની બેઠક હંગામી ધોરણે સ્થગિત રાખવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, રિઝર્વ બેન્કની ધિરાણનીતિની બેઠક ૨૯ – ૩૦ સપ્ટેમ્બર અને ૧લી ઓક્ટોબરના રોજ યોજાવાની હતી. જો કે અંતિમક્ષણે આ બેઠક મુલત્વી રાખતા અનેક અટકળો વહેતી થઇ છે. હજી સુધી શા માટે આ બેઠક સ્થગિત રાખવામાં આવી છે તેના કારણની સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
એમપીસીના બોર્ડમાં શામેલ છ સભ્યોમાંથી ત્રણ સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઇ ચૂક્યો છે. આ ત્રણેય સભ્યો બેઠકમાં ભાગ લઇ શકે કે નહીં તે અંગે અનિશ્ચિતતાઓ પ્રવર્તી રહી હતી. આગમચેતીના પગલાં તરીકે રિઝર્વ બેન્કને ઇતિહાસમાં પ્રથમવાર ધિરાણનીતિ નિર્ધારણની બેઠક રદ કરવાની ફરજ પડી છે. ધોળકિયાના રાજીનામાં અને બે સભ્યોનો કાર્યકાળ પુરો થતાં એમપીસી બોર્ડની કુલ ત્રણ પદ ખાલી પડ્યા છે.
એમપીસી બોર્ડના સભ્યોની નિમણુંક સરકારની મંજૂરી દ્વારા થાય છે. સુત્રોના અનુસાર આગામી ટૂંક સમયમાં જ રિઝર્વ બેન્ક માટે ત્રણ નવા પદાધિકારીઓના નામની જાહેરાત થઇ શકે છે. આ જાહેરાત બાદ જ રિઝર્વ બેન્ક તેની આગામી ધિરાણનીતિની બેઠક યોજી શકશે.

Related posts

મુકેશ અંબાણીએ કંપની વેચવા કાઢી

aapnugujarat

HDFC Bank to offer banking services to small traders through MoU with CSC, Confederation of All India Traders (CAIT)

aapnugujarat

સેન્સેક્સમાં ૩૭૨ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1