Aapnu Gujarat
ગુજરાત

ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, જાણો હજુ કેટલા દિવસ છે હિટવેવની આગાહી

હાલમાં ગુજરાતના લોકો કાળઝાળ ગરમી સહન કરી રહ્યા છે. ગરમીનો પારો સતત વધવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જો કે આ ગરમીની સૌથી મોટી અસર રસ્તાઓ પર દેખાઇ રહી છે. તમને જણાવી દઇએ માર્ચ મહિનાની ગરમીએ 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વર્ષ 1908 પછી આ વર્ષે માર્ચ મહિનો સૌથી ગરમ રહ્યો હતો. જો કે આગામી બે દિવસ એટલે ક 5 એપ્રિલ સુધી હિટવેવની આગાહી છે.

નોંધનીય છે કે 5 એપ્રિલ સુધી હિટવેવની આગાહી છે, જેમાં ગરમીનો પારો 43 ડિગ્રીને વટાવી શકે એવી શક્યતાઓ છે. બે દિવસની હિટવેવ આગાહી પછી ગરમીમાં થોડો ઘટાડો થઇ શકે છે. રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો વધવાને કારણે રાત્રે પણ ગરમ-ગરમ પવનથી લોકો હેરાન થઇ રહ્યા છે. જો કે હજુ કેટલી ગરમી વધશે એ વિશે સૌ કોઇ વિચારતા થઇ ગયા છે.

અતિશય ગરમીને કારણે તબીબો અને હવામાન વિભાગે બપોરના સમયે તડકામાં બહાર ના નિકળવાની સલાહ આપી છે. આ કાળઝાળ ગરમીમાં અનેક લોકો ડિહાઇડ્રેશન, ચક્કર, લૂ જેવી અનેક સમસ્યાઓની ઝપેટમાં જલદી આવી રહ્યા છે. આ માટે ગરમીમાં તમે પણ જ્યારે બહાર જાવો ત્યારે ખાસ કરીને પાણી પીને જાવો અને સાથે પાણીની બોટલ લઇને જાવો, જેથી કરીને તમને જ્યારે તરસ લાગે ત્યારે તમે પી શકો. ગરમીમાં પાણી પીવાથી તમે ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓથી બચી શકો છો. આમ, જો તમારાથી ગરમી સહન થતી નથી તો તમે ખાસ કરીને જ્યારે ઘરેથી નિકળો ત્યારે લીંબુ શરબત પીને નિકળો જેથી કરીને સ્ટેમીના રહે અને ચક્કર જેવા પ્રોબ્લેમ્સથી બચી શકો. આ માટે બને ત્યાં સુધી ગરમીમાં તમે વધારેમાં વધારે પાણી પીવો જેથી કરીને શરીરમાં બીજી કોઇ તકલીફ થાય નહિં.

Related posts

ગોધરા- પાદરડી( વાયા શહેરા) એસટી બસનો રૂટ ચાલુ કરવા એસટી તંત્રને રજુઆત

editor

રખડતા ઢોર મામલે વિધાનસભામાં બિલ પસાર થાય એ પહેલા જ માલધારી સમાજનો વિરોધ

aapnugujarat

૧૯ જાન્યુઆરીએ અમદાવાદમાં માલધારી યુવા ક્રાંતિ સભાનું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1