Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં મે-જૂનમાં યોજાઇ શકે છે વિધાનસભાની ચૂંટણી, ભાજપે તૈયારી શરૂ કરી

ચાર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ હવે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીના પ્રવાસને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ કમલમમાં ભાજપના નેતાઓ- ધારાસભ્ય-સાંસદ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી તેમજ ચૂંટણી માટે તૈયાર રહેવા જણાવ્યુ હતુ.

ગુજરાતમાં બે દાયકા કરતા વધુ સમય પછી પહેલીવાર વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાઇ શકે છે. ગુજરાતમાં મેના અંતમાં અથવા જૂનના પ્રથમ પખવાડિયામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે. એપ્રિલના બીજા અઠવાડિયામાં ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા છે. વડાપ્રધાન મોદીના એરપોર્ટથી કમલમ સુધીના 9 કિમી લાંબા રોડ શોમાં તેમની સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રહ્યા હતા.

વડાપ્રધાન મોદી બીજા દિવસે રક્ષા શક્તિ યૂનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે તે બાદ સાંજે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે.એપ્રિલમાં બોર્ડ-નિગમના 100થી 150 ચેરમેન-ડિરેક્ટરોની નિમણૂકની શક્યતા છે. ચાર રાજ્યમાં હારથી કોંગ્રેસ નિરાશ છે, જ્યારે આપની પાસે ગુજરાતમાં કોઇ મોટો ફેસ નથી.
Tags

Related posts

દિયોદરના પાલડી ગામમાં ચાર ગાયોનાં મોત

editor

बड़ोदरा के निकट भायली गांव में चांदीपुरम वाइरस से बच्ची की मौत

aapnugujarat

સુરેન્દ્રનગર જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિધ્‍ધ

editor

Leave a Comment

UA-96247877-1