Aapnu Gujarat
Nationalઆંતરરાષ્ટ્રીય સમાચાર

પુતિન પાસે ત્રણ ઓપ્શન હતા: એમાંથી યુદ્ધ, વાતચીત અને પરમાણુ બોમ્બ જેમાંથી બે ઓપ્શનનો ઉપયોગ થઇ ચુક્યો છે

રશિયા પાસે ટીયૂવી 160 વિમાન, 40 હજાર કિલો ક્ષમતા ધરાવતા બોમ્બ સાથે તે હુમલો કરી શકે છે તેવી ક્ષમતાના અન્ય વિમાનો પણ છે. આ ઉપરાંત સુપર સોનિક બોમ્બ છે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે પુતિન પાસે ત્રણ ઓપ્શન હતા. પહેલા વાતચીત, યુદ્ધ અને ત્રીજુ પરમાણુ હુમલાે. આ ત્રણ વિકલ્પમાંથી આગળના બન્ને ઓપ્શન પુતિન અપનાવી ચુક્યા છે ત્યારે ન્યુક્લિયર વૉર થઈ શકે છે. પુતિન પાસે પરમાણુ હથિયારો સૌથી વધુ છે. 

જે વર્લ્ડ વોરનાે મોટો ખતરો સાબિત થઈ શકે છે. ન્યુક્લિર મિસાઈલમાં પુતિન પાસે સૌથી મોટી મિસાઈલ, સબમરીનમાંથી છોડાતી મિસાઈલ છે. આ તમામ ન્યુક્લિયર મિસાઈલને હાઇ એલર્ટ પર રાખી છે. અત્યારે રશિયાની આર્થિક સ્થિતિ ભલે સારી ના હોય પરંતુ યુદ્ધ અને હથિયારો મામલે સૌથી શક્તિશાળી દેશ છે. રશિયા પર અમેરીકા સહિત આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. નાટાે દેશાેએ યૂક્રેનને નવા હથિયારો આપ્યા છે જેથી પુતિન છંછેડાયા છે. આ કારણે શક્તિશાળી રાષ્ટ્પતિ પુતિને ન્યુક્લિયર એલર્ટ કરી દીધા છે. આ સ્થિતિમાં અમેરીકા અને રશિયા આમને સામને આવી શકે છે. બ્રિટન, ફ્રાન્સ પણ તેમાં જાેડાઈ શકે છે.

રશિયા પાસે ટીયૂવી 160 વિમાન, 40 હજાર કિલો ક્ષમતા ધરાવતા બોમ્બ સાથે તે હુમલો કરી શકે છે તેવી ક્ષમતાના અન્ય વિમાનો પણ છે. આ ઉપરાંત સુપર સોનિક બોમ્બ છે. આ ઉપરાંત ટીયુ 22 સહિતના બોમ્બ પણ રશિયા પાસે છે જ જે સિરીયામાં ઉપયોગ થયા હતા. બાયડનના ઈશારા પણ અમેરીકા પણ પરમાણુ બોમ્બનો ઉપયોગ કરી શકે છે. જેથી આ યુદ્ધ વધુ તબાહી નોતરી શકે તો નવાઈ નહીં. જેનો ભોગ વિશ્વ બનશે.

Related posts

પાપુઆ ન્યૂ ગિની મહિલાઓ માટે દુનિયાનો ‘સૌથી ખતરનાક’ દેશ

aapnugujarat

कश्मीर मुद्दे के समाधान के लिए भारत-पाक वार्ता सबसे जरूरी : यूएन

aapnugujarat

भारतीय सेना और सरकार पर निरंतर हमले करते रहें : अलकायदा प्रमुख जवाहिरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1