Aapnu Gujarat
બિઝનેસબ્લોગ

જામનગરમાં ખાનગી પેઢીના પ્રોપરાઈટરને 9 લાખના ચેક રિર્ટન કેસમા છ મહિનાની સજા

અડધા વર્ષની કેદની સજા અને ચેકની રકમ ચૂકવી આપવાનો હુકમ કર્યો,

જામનગરની પેઢીના પ્રોપરાઈટર સામે રૂા.9 લાખના કુલ ચાર ચેક પરત ફરવા અંગે અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. ચેક પરતનો કેસ ચાલી જતા અદાલતે આરોપીને છ મહિનાની કેદની સજા અને ચેકની રકમ ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. આ કેસની વિગત મુજબ, જામનગર શહેરમાં વરૂડી ફૂડ પ્રોડકટસ નામની ખાનગી પેઢી ચલાવતા અમરશીભાઈ છગનભાઈ ભંડેરી નામના પટેલ આસામીએ ધંધાકીય સંબંધના દાવે કિરીટભાઈ જીવરાજાણી પાસેથી રૂ.9 લાખની રકમ હાથ ઉછીની લઈ તેની 5રત ચૂકવણી માટે ચાર ચેક આપ્યા હતા. તે તમામ ચેક બેંકમાંથી પરત ફરતા કિરીટભાઈએ નોટીસ પાઠવ્યા પછી અદાલતમાં અમરશી ભંડેરી સામે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતા આરોપી પક્ષે ઉપરોક્ત સહી વાળા ચેક ખોવાઈ ગયાની તકરાર લીધી હતી. તેની સામે ફરિયાદીના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી અમરશી ભંડેરીને છ મહિનાની કેદની સજા અને ચેકની રકમ ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. ઉલ્લખનીય છે કે છેલ્લા સાત માસમાં ચેક રીટર્ન કેશમાં જામનગર અદાલત દ્વારા ફટાફટ ચુકાદાઓ આપી ૧૮ સખ્સોને સજા સંભળાવી દાખલો બેસાડ્યો છે.

Related posts

स्पाइस जेट ने कैंसलेशन चार्ज में बढ़ोतरी कर दी

aapnugujarat

ડ્યુટીમાં એક રૂપિયાના કાપથી ૧૩૦૦૦ કરોડનું નુકસાન થશે : રેટિંગ એજન્સી મૂડી

aapnugujarat

Market close: BSE sensex up by 280.71 points, Nifty closes at 11075.90

aapnugujarat

Leave a Comment

UA-96247877-1