Aapnu Gujarat
Uncategorized

ડભોઇ તાલુકાના શિરોલાગામના લાભાર્થીઓ આવાસ યોજનાના લાભ થી વંચિત

ડભોઇ તાલુકાનું શિરોલાગામ 12 જેટલા લાભાર્થીઓ એ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ફોર્મ 3 વર્ષ પૂર્વે ભર્યા હતા પણ તેમાના માત્ર એક લાભાર્થીને આવાસ ફાળવવામાં આવ્યુ જ્યારે અન્ય 11 ને આવાસ મળ્યા ન હોવાના કારણે શિરોલા ગામે લાભાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જો કે દર વર્ષે એક ગામમાં 2 આવાસ બનવા રકમ ફાળવતી હોય છે પણ જ્યારે આવાસ બનવાનું ચાલુ કરો ત્યારે 3 હપ્તામાથી એક હપ્તો મળ્યા બાદ લાભાર્થીને રાહ જોવી પડતી હોય મકાન બનાવમાં ઘણો લાંબો સમય લાગી જતાં લાભાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તંત્ર આવાસ ફાળવે તો વહેલી તકે ઝડપી બને તે માટે કાર્યવાહી કરવા સૂત્રોચ્ચાર સાથે માંગ કરી હતી.વધુ મળતી માહિતી અનુસાર ડભોઇ સહિત સમગ્ર રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ ઘર વગર ના રહે તે હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના બહાર પાડવામાં આવી છે

આ યોજના અંતર્ગત લાભાર્થી ને 1,20,000 ની સહાય ઘર બનાવમાં આવતી હોય છે પણ ડભોઇ પંથકના શિરોલા ગામે આ યોજના માટે 12 જેટલા લાભાર્થીઓ એ ફોર્મ ભર્યા જેમાંના એક જ લાભાર્થીને આ સહાય મળી તેમાં પણ તેને પ્રથમ હપ્તા બાદ રકમ આવાની બંધ થઈ જતાં આવાસનું કામ અધૂરું રહ્યું છે મકાન તોડી પાડી બાદ તેને નવું બનવા લાભાર્થીને લાગતો સમય તકલીફો વેઠવી પડતી હોય સાથે અન્ય 12 લાભાર્થીઓને આવાસ ક્યારે મળશે ની માંગ સાથે લાભાર્થીઓ એ ભારે સૂત્રોચ્ચાર સાથે માંગ કરી હતી વહેલી તકે આવાશ ફાળવાય અને ઝડપી કામ થાય તે માટે લાભાર્થીઓની માંગ છે.

Related posts

જીતુ વાઘાણી સાથે સમાધાન સંકટમાં : રાજપૂત સમાજના આગેવાન દાનસંગ મોરીનું નિવેદન

aapnugujarat

ભાવનગરમાં સરાદર જ્યંતિની ઉજવણી કરાઈ

editor

भ्रष्टाचार मामला : पाक के पूर्व राष्ट्रपति जरदारी को जमानत मिली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1