Aapnu Gujarat
બિઝનેસ

બાળકો માટેના અનોખા બ્રેઈન ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં 6  આંગળીની ટેકનિકની પાયોનિયર બનતી યુસીમાસ ઈન્ડિયા

ભારતમા અબેકસ આધારિત એરિથમેટિક પ્રોગ્રામ રજૂ કરનાર યુસીમાસ (UCMAS) દ્વારા  બાળકો માટેના બ્રેઈન ડેવલપમેન્ટ પોગ્રામના ભાગ તરીકે  6 આંગળી (3 આંગળી અને બે હાથની ટેકનિક) ની અત્યંત નવી ટેકનિક રજૂ કરવામાં આવી છે. મગજ (brain) ના વિકાસની  આ નવી ક્રાંતિકારી ટેકનિક રજૂ કરવામાં યુસીમાસના સંશોધન ડિવીઝન દ્વારા મોખરાની ભૂમિકા બજાવવામાં આવી છે અને આ તાલિમ સંસ્થા 6 આંગળીની ટેકનિક રજૂ કરનાર વિશ્વની એક માત્ર ઈન્સ્ટિટયુટ બની રહી છે. યુસીમાસને છેક 1999થી ભારતનાં 25 રાજ્યોનાં 2,000થી વધુ કેન્દ્રો દ્વારા 10 લાખથી વધુ  બાળકોને તાલિમ આપવાની વિશેષ સિધ્ધિ હાંસલ થઈ છે. પ્રતિષ્ઠિત  16મી નેશનલ યુસીમાસ અબેકસ અને મેન્ટલ એરિથમેટિક સ્પર્ધા અમદાવાદમાં તા. 19 અને 20 ઓગસ્ટ, 2017ના રોજ યોજાશે. આ પ્રસંગે  4થી 13 વર્ષની વયનાં 7000 થી વધુ તેજસ્વી બાળકો માટે આ ટેકનિકનો અધિકૃત રીતે પ્રારંભ કરવામાં આવશે.

યુસીમાસ ઈન્ડિયાના  પ્રેસિડેન્ટ અને સીઈઓ ડો. સ્નેહલ કારીયા જણાવે છે કે ”   મલેશિયામાં 1993માં પ્રારંભ કરાયો તે પછી, છેલ્લાં 24 વર્ષમાં યુસીમાસ દ્વારા બ્રેઈનના બહેતર  વિકાસ માટે  સતત નવતર પ્રકારની  ટેકનિક્સ  વિકસાવવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. યુસીમાસ દ્વારા એક હાથ, એક આંગળીની ટેકનિકથી આગળ વધીને બે હાથ એક આંગળી , તે પછી બે હાથ બે આંગળી અને હવે 6 આંગળી (3 આંગળી બે હાથ) ની ટેકનિક રજૂ કરવામાં આવી છે. આ તદ્દન નવી ટેકનિક છે અને વિશ્વના  અન્ય કોઈ અબેકસ અને મેન્ટલ એરિથમેટિક ઈન્સ્ટિટયુટ પાસે તેમના નેટવર્કમાં આ ટેકનોલોજી ઉપલબ્ધ નથી. યુસીમાસ આ ટેકનોલોજીનું પાયોનિયર છે અને  હાલમાં તે ત્રણ આંગળીને ટેકનિક ઓફર કરતી વિશ્વની એક માત્ર અને એક્સલુઝિવ તાલિમ સંસ્થા છે.

ડો. સ્નેહલ કારીયા જણાવે છે કે  યૂસીમાસ એ પ્રત્યક્ષ જ્ઞાન આપતો કૌશલ્ય વિકાસ (skill development ) કાર્યક્રમ છે અને તેમાં – વિઝ્યુઅલ, ઓડીટરી  કિનેસ્થેટિક્સ/ટેકટાઈલ- નામની 3 ત્રણ લર્નીંગ સ્ટાઈલનો ઉપયોગ કરે છે.  આ પ્રોગ્રામ મહદઅંશે  માનવ શરીર રચનાના વિકાસમાં સહાયક બને છે, કારણ કે તે શરીરનાં 5 +5  અંગોના વિકાસમાં સહાયક બને છે. એટલે કે બરોળ, લીવર, હૃદય, ફેફસાં,  અને કીડની અને તેના મારફતે અનુક્રમે  હોજરી, ગોલ બ્લેડર, નાના આંતરડા, મોટા આંતરડા  બ્લેડરના વિકાસમાં સહાયક બને છે. હકિકતમાં અમારા ઘણા વિદ્યાર્થીઓ આઈઆઈટી પ્રવેશ પરિક્ષા, સ્પર્ધાત્મક પરિક્ષાઓ  અને  સ્કૂલનાં બોર્ડની પરિક્ષાઓમાં ટોચનાં સ્થાન હાંસલ કરી શક્યા છે. યુસીમાસની તાલિમથી આત્મવિશ્વાસ વધે છે, ધ્યાન આપવાની તથા ધ્યાન  કેન્દ્રિત કરવાની એકાગ્રતા  વધે છે અને યાદશક્તિમાં વધારો થાય છે. પ્રત્યક્ષ જ્ઞાનના મહત્વને કારણે એકંદર શૈક્ષણિક ઉત્કૃષ્ટતામાં વધારો કરવામાં તે ઉપયોગી નિવડે છે. યુસીમાસ તાલિમથી આંકડાઓ પ્રત્યેના પ્રેમમાં વૃધ્ધિ થાય છે અને ગણિતનો ડર નીકળી જતાં  એકેડેમિક અને પ્રવેશ પરિક્ષાઓમાં સફળતા હાંસલ થાય છે.

Related posts

નવા વર્ષમાં પ્રથમ સપ્તાહમાં પાંચ પરિબળ શેરબજાર પર અસર થશે

aapnugujarat

सैमसंग, सोनी जैसी कंपनियों ने टीवी के दामों में 30 फीसदी की कटौती

aapnugujarat

अप्रैल-मई में रत्न, आभूषण निर्यात 82.31 प्रतिशत घटकर 4,328.54 करोड़ रुपये पर

editor

Leave a Comment

UA-96247877-1