Aapnu Gujarat
બિઝનેસ

નવા વર્ષમાં પ્રથમ સપ્તાહમાં પાંચ પરિબળ શેરબજાર પર અસર થશે

શેરબજારમાં વર્ષ ૨૦૧૮ની શરૂઆત તેજી સાથે થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. આગામી સપ્તાહમાં શેરબજારમાં પાંચ પરિબળોની મુખ્યરીતે અસર જોવા મળી શકે છે. બેંચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં ૨૦૧૭ના અંતિમ સપ્તાહમાં સુધારો જોવા મળ્યો હતો અને આ સ્થિતિ યથાવત રહી શકે છે. સેંસેક્સ ૦.૩૪ ટકાના ઉછાળા સાથે ૨૯મી ડિસેમ્બરના દિવસે ૩૪૦૫૭ની સપાટીએ રહ્યો હતો. ૨૨મી ડિસેમ્બરે તેની સપાટી ૩૩૯૪૦ નોંધાઈ હતી. આવી જ રીતે નિફ્ટી ઇન્ડેક્સમાં ૦.૩૬ ટકાનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૧૦૫૩૧ નોંધાઈ હતી. આજ ગાળા દરમિયાન તેની સપાટી ૧૦૪૯૩ નોંધાઈ હતી. સેક્ટરની વાત કરવામાં આવે તો બીએસઈ રિયાલીટી, મેટલ, આઈટી ઇન્ડેક્સમાં ક્રમશઃ ૪.૩૫ ટકા, ૨.૮૩ ટકા અને ૧.૨૮ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ૨૯મી ડિસેમ્બરના દિવસે સેંસેક્સમાં સ્થિતિ સારી રહી હતી. બીજી બાજુ ઓઇલ એન્ડ ગેસ તથા પીએસયુ ઇન્ડેક્સમાં છેલ્લા સપ્તાહમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. માઇક્રો ઇકોનોમિક ડેટા, વૈશ્વિક ઘટનાક્રમ, વિદેશી પ્રવાહ તરફથી સારી સ્થિતિ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ગતિવિધિની સીધી અસર જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલની કિંમતો પણ આગામી દિવસોમાં માર્કેટની દિશા નક્કી કરી શકે છે. ઓટોના વેચાણના આંકડા આવતીકાલે જારી કરવામાં આવનાર છે. સોમવારના દિવસે ડિસેમ્બર ૨૦૧૭ માટેના વેચાણના માસિક આંકડા જારી કરવાની શરૂઆત થશે. દલાલ સ્ટ્રીટની નજર સંસદના શિયાળુ સત્ર ઉપર કેન્દ્રિત થયેલી છે. પાંચમી જાન્યુઆરીના દિવસે શિયાળુ સત્ર પૂર્ણ થનાર છે. બીજી બાજુ માર્કેટ અર્થશાસ્ત્રીઓ દ્વારા ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ડિસેમ્બર ૨૦૧૭ માટેના આંકડા બીજી જાન્યુઆરીના દિવસે જારી કરવામાં આવનાર છે. અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે, આંકડા આશાસ્પદ રહેશે. ફેડરલ ઓપન માર્કેટ કમિટિની મિટિંગ ત્રીજી જાન્યુઆરીના દિવસે યોજાનાર છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ૧૩મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૭માં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે. અમેરિકી માર્કેટમાં આવતીકાલે નવા વર્ષના દિવસે સોમવારે રજા રહેશે. જાણકાર લોકોનું કહેવું છે કે, નિફ્ટી ઇન્ડેક્સ શુક્રવારના દિવસે વર્ષ ૨૦૧૭ના છેલ્લા દિવસે ૧૦૫૦૦થી ઉપરની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં હાલ તેજીનો પ્રવાહ રહી શકે છે. કારણ કે, મોદી સરકાર દ્વારા સુધારાની દિશામાં વધુ પગલા લેવાની ખાતરી આપી દેવામાં આવી છે. આનો મતલબ એ થયો કે, વિદેશી રોકાણકારો પણ સુધારાને લઇને આશાવાદી રહી શકે છે અને જંગી નાણા ઠાલવી શકે છે જેથી કારોબારીઓ આશા રાખે છે કે, નવા સપ્તાહમાં તેજી રહી શકે છે. જો કે, હાલ કારોબારી મૌન પાળી રહ્યા છે.

Related posts

डायग्नोस्टिक्स सेक्टर में धमाल मचाएंगे मुकेश अंबानी

aapnugujarat

જીએસટી કાઉન્સિલની આવતીકાલે ફરી બેઠક : ૭૦ વસ્તુઓના રેટ ઘટશે

aapnugujarat

दूरसंचार मंत्री ने वोडाफोन को कहा – भारत के साथ अपनी मर्जी चलाने की कोशिश न करें

aapnugujarat

Leave a Comment

UA-96247877-1