Aapnu Gujarat
બિઝનેસ

સ્ટોકમાં એમએફ મૂડીરોકાણ આંક એક લાખ કરોડ થયો

શેરબજારમાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ દ્વારા જંગી રોકાણ કરવામાં આવ્યું છે. શેરબજારમાં એક લાખ કરોડ રૂપિયા વર્ષ ૨૦૧૭ દરમિયાન ઠાલવી દેવામાં આવ્યા છે. મૂડીરોકાણકારો માટે રિટર્ન મહત્તમ આપવાના ઇરાદા મ્યુચ્યુઅલ ફંડ ધરાવે છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા જારી કરવામાં આવેલા નવા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૭માં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઇક્વિટીમાં ૧.૨ લાખ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જે ગયા વર્ષે ઠાલવવામાં આવેલા નાણા કરતા ખુબ વધારે છે. ૪૮૦૦૦ કરોડ રૂપિયા ગયા વર્ષે ઠાલવવામાં આવ્યા હતા. ૨૦૧૫ દરમિયાન ૭૦૦૦૦ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, ફાઈનાન્સિયલ સંપત્તિઓ માટે પસંદગીમાં ક્લિયરશીફ્ટની સ્થિતિ જોવા મળી રહી છે જેમાં રિયલ એસ્ટેટ અને સોના જેવી બાબતોમાં રોકાણ જેવી બાબતોનો સમાવેશ થાય છે. રિટલ એસ્ટેટ અને સોનામાં મૂડીરોકાણ આગામી દિવસોમાં પણ જારી રહી શકે છે. નવા વર્ષમાં સોના અને રિયલ એસ્ટેટમાં જંગી રોકાણ થશે. આનો મતલબ એ થયો કે બિલ્ડરોને રાહત થશે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા આ વર્ષે નેટ પ્રવાહના મામલામાં એફપીઆઈને પાછળ છોડી દેવામાં સફળતા મેળવી છે. મ્યુચ્યુઅલ ફંડ મારફતે ઇક્વિટીમાં રિટેલ નાણા પહોંચી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડે બેંચમાર્ક ઇન્ડેક્સ સેંસેક્સ અને નિફ્ટીને ઉંચી સપાટીએ લઇ જવામાં ભૂમિકા ભજવી છે. સેંસેક્સ-નિફ્ટીમાં આ વર્ષે ક્રમશઃ ૨૮ ટકા, ૨૯ ટકાનો વધારો થયો છે. રિટેલ ઇન્વેસ્ટર એકાઉન્ટમાં ૧.૪ ટકા સુધીનો વધારો થતાં આંક ૫.૩ કરોડ સુધી પહોંચ્યો છે.

Related posts

૨૪ કલાકમાં ૯૮૦ ફ્લાઈટ્‌સ ઓપરેટ કરી : મુંબઈ એરપોર્ટનો નવો વિક્રમ

aapnugujarat

શેરબજાર ફ્લેટ : પીએસયુ બેંકિંગ શેરોમાં તેજી

aapnugujarat

યુપીઆઈ દ્વારા લોન સુવિધાને સામેલ કરવામાં આવી : RBIની મંજૂરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1