Aapnu Gujarat
Uncategorized

હેરોઈન કેસ : ૫ કરોડની લાલચે જહાજ ઈજિપ્તના બદલે ગુજરાત લવાયું

પોરંબદરમાંથી પકડાયેલું હેરોઈન પાકિસ્તાનથી લોડ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ જહાજ ઈજિપ્ત જવાનું હતું આ દરમિયાન મુંબઈના સુજિત નામના શખ્સે જહાજના કેપ્ટનનો સેટેલાઈટ ફોન મારફતે સંપર્ક કર્યો હતો. તેના જહાજના માલિકને જહાજ ગુજરાત તરફ વાળવા માટે પાંચ કરોડની ઓફર કરી હતી. જેની લાલચે જહાજ ઈજિપ્તના બદલે ગુજરાતના દરિયામાં વળ્યું હતું.
આ સમગ્ર ડિલ ભાવનગરના દરિયામાં થવાની હતી. આ દરમિયાન જ પોરબંદર પાસે જહાજ પકડાઈ જતાં સમગ્ર ઘટસ્ફોટ થયો હતો. સુજિત સાથે કલકત્તાના બે શખ્સો ઈરફાન અને વિશાલ પણ સંડોવાયેલા છે. જે તમામની અટકાયત કરીને અમદાવાદ ખાતે ગુજરાત એટીએસની કચેરીમાં લાવવમાં આવ્યા છે.ગુજરાતનો દરિયો ફરીથી ગુનાઇત કામ માટે ઉપયોગ થયો છે. અગાઉ ગોસાબારા આરડીએક્સ લેંડીગ, ૨૬-૧૧ આંતકી હુમલો અને ત્યાર બાદ હવે કરોડો રૂપિયાના ડ્રગ્સ ડીલમાં ગુજરાતના દરિયાનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતનો વિકી ગૌસ્વામી વિશ્વનો સૌથી મોટો ડ્રગ ડીલર છે અને તેના કનેક્શન દાઉદ સાથે પણ છે. અગાઉ ગુજરાત અને મહારાષ્ટ્રમાં મેન્ડ્રેક્સ કૌભાંડમાં પણ વિકી ગૌસ્વામીનું કનેક્શન ખુલ્યું હતું.સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, પોરબંદર કેસમાં કરોડોનું ડ્રગ્સ કેસમાં મુંબઇના બે અને કલકતાના એક શખસની અટકાયત કરવામાં આવી છે. આ શખસો ડ્રગ્સના રિસિવર કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ સેટેલાઇટ ફોન અને આઇબીએ આંતરેલા મેસેજના આધારે પણ સેન્ટ્રલ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ ડ્રગ્સના કારોબારમાં અવાર-નવાર રિસિવર અને પ્રોડક્શન માટે ગુજરાતનો ઉપયોગ થયો હોવાનું તપાસ એજન્સી સમક્ષ ખુલ્યું છે.આ સમગ્ર કેસમાં પણ ગુજરાતમાંથી કોઇ રિસિવર છે કે ગુજરાતનો ઉપયોગ કરીને અન્ય રાજ્યોમાં ડ્રગ્સ મોકલવાનું છે તે ગુજરાત એટીએસના અધિકારીના જણાવ્યા અનુસાર હજી સુધી અટકાયત કરેલા શખ્સોની પૂછપરછમાં બહાર આવ્યું નથી. પરંતુ અટકાયત કરેલા શખ્સોની પૂછપરછ કરવામાં આવી છે આ સમગ્ર પ્રકરણની તપાસ હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા કરવામાં આવશે. બીજી તરફ ગુજરાત કનેક્શન અને ડ્રગ્સની ડીલ બાબતે છેલ્લા ઘણાં સમયથી ગુજરાતના માર્ગનો ઉપયોગ થતો હોવાનું અનેક તપાસોમાં બહાર આવ્યું છે. જેથી હવે તે દીશામાં પણ પુછપરછ કર્યા બાદ જ ચોક્કસ માહિતી મળી શકે છે.

Related posts

કાલુપુર રેલ્વે સ્ટેશન ન્યૂયોર્કના હડસન હાઇલાઇન ની ડિઝાઇનમાં વિકસાવાશે

aapnugujarat

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

aapnugujarat

મોદી ફરી રાજકોટ આવશેઃ હીરાસર એરપોર્ટ સહિતના કામોનું ખાતમુહુર્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1