Aapnu Gujarat
ગુજરાત

દુબઈમાં નોકરીના બહાને જંબુસર અને વડોદરાનાં૨૫ યુવાનો સાથે છેતરપિંડી

લેભાગુ એજન્ટ ટિકિટ અને પાસપોર્ટ લઇને ન આવતા દુબઇમાં નોકરી કરવા માટે નીકળેલા ભરૂચ જિલ્લાના જંબુસર સહિત તાલુકાના ૨૫ જેટલા યુવાનોને આખીરાત અમદાવાદ એરોપોર્ટ ઉપર પસાર કરવાનો વારો આવ્યો હતો.  આજે સવારે વડોદરા સ્થિત ઓફિસે આવેલા યુવાનોએ ઓફિસને ખંભાતી તાળા જોતા ચોંકી ઉઠ્યા હતા.  આ એજન્ટનો ભોગ બનેલા જંબુસર તાલુકાના ૨૫ યુવાનો સહિત ૨૫૦ જેટલા યુવાનોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.
દુબઇમાં નોકરીની લાલચમાં રૂપિયા ૪૫૦૦૦ ગુમાવનાર ભરૂચ જિલ્લાના જંબુસર ગામના રહેવાસી ભાઇલાલ ઉકેડભાઇ માછી (ઉં.વ.૨૫)એ જણાવ્યું હતું કે, ફતેગંજમાં સાંઇ એવન્યુમાં આવેલ ફસ્ટ ફ્લાઇટ મેન પાવર કન્સલટન્ટ નામની ઓફિસ દ્વારા દુબઇમાં કડીયાકામ, ફૂડ પેકીંગ જેવી વિવિધ નોકરી માટે યુવાનોને દુબઇ મોકલે છે. તેવી જાણ થતાં ઓફિસમાં ગયા હતા.
એજન્સીના સંચાલક જાકીરભાઇએ મને દુબઇમાં ફૂડ પેકીંગ માટેની નોકરી માટે મોકલવા માટેનું ફોર્મ ભરાવ્યું હતું. અને જરૂરી દસ્તાવેજો લીધા હતા. આ સાથે ટિકિટ અને વીઝા ખર્ચ માટે રૂપિયા ૪૫૦૦૦ લીધા હતા. તેજ રીતે જંબુસર સહિત જંબુસર તાલુકાના વિવિધ ગામના ૨૫ જેટલા યુવાનોને પણ વિવિધ કામોની નોકરી માટે ફોર્મ ભરાવ્યા હતા. અને દરેક યુવાને રૂપિયા ૪૫૦૦૦ થી રૂપિયા ૬૦,૦૦૦ ભર્યા હતા.

Related posts

એનડીએ સુશાસનના ત્રણ વર્ષ: ચલીત પ્રદર્શન સહિત જન કી બાત મન કી બાત રોડ શોને વડોદરામાં વ્યાપક આવકાર

aapnugujarat

આતંકીઓની આશંકાને પગલે રાજ્યની તમામ સરહદોએ હાઈ એલર્ટ

aapnugujarat

ધાનાણી મારી સામેના આક્ષેપો સાબિત કરે, નહીં તો કોર્ટમાં ખેંચી જઈશ : ફળદુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1