Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જીએસટીનો ફાયદો લોકોને મળવો જોઈએ, સાંસદો સાથેની બેઠકમાં બોલ્યાં પીએમ

વડાપ્રધાન મોદીએ હરિયાણા, દિલ્હી, જમ્મુ કાશ્મીર સહિત અનેક રાજ્યોના ભાજપના સાંસદો સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેઓએ કહ્યું કે, આ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે જીએસટીની બેનિફિટ ચેન યથાવત રહેવો જોઈએ.ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ આ તબક્કે પીએમ મોદીએ નાના બિઝનેસમેન અને ટ્રેડર્સને પણ કહ્યું કે તેઓ હાલમાં જ લાગુ કરવામાં આવેલા જીએસટી અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવે કેમકે સંસદ સભ્યો નવા કાયદાઓને લઈને નાના વ્યવસાયિક ઉદ્યમોની વચ્ચે ઘણો જ જોશ ઊભો કર્યો હતો.મોદીએ કહ્યું કે,જીએસટીને મંજૂર કરવામાં આવ્યું છે અને પૂરા દેશમાં તેને ઘણું જ સમર્થન મળી રહ્યું છે. નાના ટ્રેડર્સને પણ નવા ટેક્સ કાયાદ અંતર્ગત રજીસ્ટ્રાર કરાવવું જોઈએ. એ નક્કી કરવું જોઈએ કે જીએસટીની બેનિફિટ ચેન યથાવત રહે.મોદીની સાથે બેઠકમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી, ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરના ભાજપના સાંસદ સામેલ હતા.
‘વરિષ્ઠ નાગરિકોને સ્કીમ્સનો ફાયદો વધુ મળે’મોદીએ સાંસદોને કહ્યું કે તેઓ તે વાત નક્કી કરે કે સીનિયર સિટીજન્સને કલ્યાણકારી યોજનાઓ અને નવી પેન્શ સ્કીમ ‘ પ્રધાનમંત્રી વાયા વંદના યોજનાનો વધુમાં વધુ ફાયદો મળે. નવી પેન્શન સ્કીમ અંતર્ગત સિનીયર સિટીજન્સને તેના ડિપોઝિટ પર ૮% ઈન્ટરેસ્ટ મળશે.આ તબક્કે મોદીએ પહાડી રાજ્યોના વિકાસ અંગે પણ વાત કરી. તેઓએ જણાવ્યું કે આ રાજ્યોમાં સરકારે અનેક નવી સ્કીમ્સનો અમલ કર્યો, જેનાથી લોકોના જીવનમાં ગુણાત્મક બદલાવ આવ્યો છે. પરિણામ સ્વરૂપે આ રાજ્યોમાં નોકરીઓની છત ઊભી થઈ અને ટૂરિઝમનો પણ વિકાસ થયો.પુડ્ડુચેરી અને ચંદીગઢમાં પીડીએસને બંધ કરવાના મુદ્દે મોદીએ કહ્યું કે, હવે પૈસા સીધા લાભાર્થીઓના ખાતામાં આવશે, આ મોડલને અન્ય રાજ્યોમાં પણ અપનાવી શકાય છે.સંસદના હાલના સત્ર દરમિયાન પોતાના સરકારી આવાસ પર મોદીની ભાજપના સાંસદો સાથે આ છઠ્ઠી બેઠક હતી. આ બેઠકમાં સંસદીય બાબતોના મંત્રી અનંત કુમારે ઓર્ગેનાઇઝ કરી હતી.

Related posts

રક્ષામંત્રી રાજનાથ સિંહની લેહ મુલાકાત

editor

પીએમ સાથેની સર્વપક્ષીય બેઠકમાં મહેબૂબા મુફ્તી સામેલ નહીં થાય

editor

પ્રાદેશિક પક્ષોમાં શિવસેનાને સૌથી વધુ દાન મળ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1