Aapnu Gujarat
બિઝનેસ

૧૨ લાખથી વધુ વેપારીઓએ જીએસટીએનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું

દેશભરમાં ૧૨ લાખથી વધુ કારોબારીઓએ જીએસટીના નવા ટેક્સ માળખા અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવા અંગે ઓનલાઇન અરજી કરી છે. રેવન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયાએ આ અંગે માહિતી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અરજીમાંથી જરૂરી દસ્તાવેજોના આધારે દસ લાખથી વધુ અરજીઓ રજિસ્ટ્રેશન માટે મંજૂર કરી દેવામાં આવી છે, જોકે ૨૦ લાખ રૂપિયા સુધીનો વાર્ષિક કારોબાર કરતાં યુનિટોને જીએસટીએનના રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવામાં આવી છે.વેપારીઓ અને મેન્યુફેક્ચરર્સ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા માટે જીએસટીની નવી વ્યવસ્થા અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે.
જીએસટીએનની વ્યવસ્થા અંતર્ગત પ્રથમ તબક્કામાં રજિસ્ટ્રેશન કરાવતા વેપારીને હંગામી નંબર ફાળવવામાં આવે છે.ત્યારબાદ બીજા તબક્કામાં વેપારી તેની તમામ વિગતો ભરી દે તો તેઓને પરમેનન્ટ રજિસ્ટ્રેશન નંબર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. નોંધનીય છે કે જીએસટીના અમલને એક મહિના કરતા પણ વધુનો સમય થઇ ચૂક્યો છે ત્યારે કાપડ બજાર સહિત જુદા જુદા સેક્ટરના વેપારીઓ જે દ્વિધા અનુભવતા હતા તેઓ પણ હવે પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન નંબર મેળવવા આગળ આવ્યા છે.

Related posts

સરકારને ડિવિડન્ડના ૨૮ હજાર કરોડ રૂપિયા આપશે આરબીઆઈ

aapnugujarat

૧૦ કંપનીઓ પૈકીની ૬ની મૂડી ૩૧,૨૪૯ કરોડ વધી

aapnugujarat

કંપનીઓ લોકડાઉનના વિચારની વિરૂધ્ધમાં

editor

Leave a Comment

UA-96247877-1