Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાએ ચીન પર નવા પ્રતિબંધો લગાવ્યા

અમેરિકાએ ઉઇગર મુસ્લિમોના માનવાધિકારના ઉલ્લંઘન માટે ચીન પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી. પ્રમુખ જાે બિડેનના વહીવટીતંત્રે જણાવ્યું હતું કે તે શિનજિયાંગ પ્રાંતમાં માનવાધિકારના ઉલ્લંઘન માટે ઘણી ચીની બાયોટેક અને સર્વેલન્સ કંપનીઓ પર નવા પ્રતિબંધો લાદી રહી છે.વાણિજ્ય વિભાગ ચીનની એકેડેમી ઑફ મિલિટરી મેડિકલ સાયન્સ અને તેની ૧૧ સંશોધન સંસ્થાઓને નિશાન બનાવી રહ્યું છે જે ચીની સૈન્યને મદદ કરવા બાયો-ટેક્નોલોજી પર કામ કરે છે. એક વરિષ્ઠ વહીવટી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ પણ ચીનની કેટલીક કંપનીઓ સામે દંડ લાદવાની તૈયારી કરી રહ્યું છે.
વાણિજ્ય વિભાગની કાર્યવાહીનો ઉલ્લેખ કરતા અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકન ગુપ્તચરોને જાણવા મળ્યું છે કે બેઇજિંગે સમગ્ર શિનજિયાંગ પ્રાંતમાં ઉચ્ચ તકનીકી સર્વેલન્સ સિસ્ટમ્સ ગોઠવી છે, પ્રાંતના તમામ રહેવાસીઓની ચહેરાની ઓળખનો ઉપયોગ કરીને ઓળખ) તૈયાર કરવામાં આવી છે. પ્રાંતના ૧૨ થી ૬૫ વર્ષની વયજૂથના તમામ રહેવાસીઓ પાસેથી ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. અમેરિકા આને પ્રાંતના ઉઇગર મુસ્લિમોને દબાવવાના પ્રયાસ તરીકે જુએ છે.

Related posts

ભારત-નેપાળ સરહદ સુધી ચીન રોડ બનાવશે

aapnugujarat

न्यूजीलैंड मस्जिद हमला : 51 लोगों के हत्यारे ब्रेंटन टैरंट को उम्रकैद की सजा

editor

हमारे न‍िशाने पर 52 ईरानी स्‍थल : ट्रंप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1