Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારત-નેપાળ સરહદ સુધી ચીન રોડ બનાવશે

ભારતને ચારે બાજુથી ઘેરવાના નાપાક ઉદ્દેશ્યથી ચીન રણનૈતિક પરિયોજનાઓને નેપાળ સાથે મળીને આગળ વધારી રહ્યું છે. આની સીધી અસર ભારતના રણનૈતિક હિતો પર પડી શકે છે. તાજા પ્રસ્તાવ અનુસાર ચીન-નેપાળ સીમા પર લાપચાથી લઈને ભારત-નેપાળ સીમા પર બિર્તામોડ સુધી વન બેલ્ટ વન રોડ પરિયોજના અંતર્ગત રોડ બનાવશે.પાંચ વર્ષમાં પૂર્ણ થનારા આ રોડથી ચીન ભારત અને ભારતીય સીમા વચ્ચેનો પ્રવાસ માત્ર ચાર કલાકમાં પૂરો થઈ જશે. આ સીવાય નેપાળમાં ચીનની મદદથી આયુધ ફેક્ટરીના નિર્માણનો પણ પ્રસ્તાવ છે. આ યોજનાઓ પર ભારતીય એજન્સિઓએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. નેપાળમાં ભારત વિરોધી પ્રચાર માટે ચીનના ફંડિંગની પણ પૂરતી જાણકારીઓ ભારતીય એજન્સિઓને પ્રાપ્ત થઈ છે. સમિતિમાં સમાવિષ્ટ લોકોના નામ પણ એજન્સિઓ પ્રાપ્ત કર્યા છે.બીએસએફના પૂર્વ એડીજી પીકે મીશ્રએ જણાવ્યું કે ચીન સતત ભારતને રણનૈતિક રીતે ઘેરી રહ્યું છે. તેમણે પોતાના વ્યાપારિક હિત સીવાય સૈન્ય રણનૈતિક સંબંધો પર પણ ખાસ ધ્યાન આપ્યું છે. તે એશિયામાં ભારતને આગળ વધવા દેવા ઈચ્છતા નથી. શ્રીલંકા અને માલદીવમાં તેમણે આ જ કર્યું છે. નેપાળમાં પણ ચીને દબદબો બનાવી દિધો છે. જો ભારત-નેપાળ સીમા સુધી ચીન રોડ બનાવી લે છે તો આ ભારત માટે રણનૈતિક રુપે કડક પડકાર હશે. ભારતને નેપાળ સાથે મળીને કાઉન્ટર રણનીતિ પર કામ કરવું પડશે.
સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર નેપાળ, આયુધ ફેક્ટરીને લઈને ચીનની મદદ પ્રાપ્ત કરવાની મનશા જાહેર કરી ચૂક્યું છે. નેપાળે જણાવ્યું છે કે તે પોતાના ત્યાં હથિયાર અને વિશિષ્ઠ પ્રકારની વર્ધીનું નિર્માણ કરવા ઈચ્છે છે. લુમ્બિનીમાં મોનો રેલ પરિયોજનાને લઈને પણ બંન્ને દેશો વચ્ચે જલ્દી જ બેઠક થવાની છે.
નેપાળના રક્ષાપ્રધાન ઈશ્વર પોખરેલ ૨૪ થી ૨૮ ઓક્ટોબર સુધી ચીનની યાત્રા પર હતા. આ દરમિયાન ચીન દ્વારા સૈન્ય મદદ સ્વરુપે ૧૫૦ મિલિયન ચીની યુઆનની સહાયતાને લઈને સમજૂતી કરવામાં આવી હતી. આ મદદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, માનવતા અને ડિઝાસ્ટર આસિસ્ટન્સ સાથે જોડાયેલા ઉપકરણ ખરીદવા માટે આવી છે. ભારતીય એજન્સિઓને આ રકમ કોઈ અલગ ઉદ્દેશ્યથી ખર્ચ થઈ હોવાની આશંકા છે.

Related posts

हजारों पश्तूनों ने पाक विरोधी प्रदर्शन किया

aapnugujarat

ન્યુજર્સીમાં ‘વિશ્વ શાંતિ યજ્ઞ’નું આયોજન કરાયું

aapnugujarat

पाक. के राष्ट्रपति ने फ्रांस के बिल पर की विवादित टिप्पणी

editor

Leave a Comment

UA-96247877-1