Aapnu Gujarat
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી અને નાણાંમંત્રી અર્થશાસ્ત્ર જાણતા નથી : SWAMI

ભાજપના રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી એક દિવસીય પ્રવાસ પર બનારસ પહોંચ્યા હતાં અહીં પહોંચ્યા બાદ તેમણે એક સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહેલ હોસ્પિટલના માર્ગ નિર્માણમાં યોગદાન આપ્યું અહીં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાંમંત્રી સીતારમણ પર ભારે કટાક્ષ કર્યા હતાં.સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે વડાપ્રધાનની સાથે સાથે નાણાંમંત્રીને અર્થશાસ્ત્રનું જ્ઞાન નથી
સ્વામી બરસાનામાં એક નેત્ર ચિકિત્સાલયના ભૂમિ પુજન માટે પહોંચ્યા હતાં.અહીં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપ સરકાર પર કટાક્ષ કર્યા હતાં અને કહ્યું કે મોંધવારી એટલા માટે વધી રહી છે કારણ કે અર્થશાસ્ત્રની બાબતમાં ન તો વડાપ્રધાનને માહિતી છે અને ન તો નાણાં મંત્રી નિર્મલા સીતારમણને.આ બંન્ને ખુબ જ ધમંડી છે.તેઓ વિચારે છે કે બધુ જાણે છે,પરંતુ હકીકતમાં તેઓ કંઇ પણ જાણતા નથી અને મોંધવારીનો દર સતત વધી રહ્યો છે.
તેમણે કહ્યું કે વિકાસ વૃધ્ધિ દર સતત ૨૦૧૬થી નીચે આવી રહ્યો છે કોવિડમાં થોડા ઘટાડામાં તેજી આવી જયારે તેમણે કાર્યક્રમની બાબતમાં કહ્યું કે અહીં હું એટલા માટે આવ્યુું છે કે અહીં હોસ્પિટલ અને માર્હ બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે સરકારથી મને પાંચ કરોડ રૂપિયા મળે છે જેને હું કયાંય પણ કોઇને પણ આપી શકુ છું જે અહીં આપી જાણવા માટે જ આવ્યો છું.તેમણે વિધિવત ભક્તિ વેદાંત નેક્ષ ચિકિત્સાલયનું ભૂમિ પૂજન કર્યું હતું.

Related posts

ઇન્દોર સીટ : પોતાના બધા લોકો તરફથી અનેક પડકારો હશે

aapnugujarat

मद्रास HC ने पतंजलि की कोरोनिल के ट्रेडमार्क पर लगाई रोक

editor

IRCTC रेलवे टेंडर घोटाला : तेजस्वी यादव की अर्जी खारिज, CBI-ED का अलग-अलग चलेगा ट्रायल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1