Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઇન્દોર સીટ : પોતાના બધા લોકો તરફથી અનેક પડકારો હશે

લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ તમામ રાજકીય પક્ષો પોત પોતાની ગણતરીમાં લાગી ગયા છે. એકબીજાને પછડાટ આપવા માટેની વ્યુહરચના પણ તૈયાર કરવામા ંઆવી રહી છે. દેશમાં કેટલીક હોટ લોકસભા સીટ પણ રહી છે જેમાં એક સીટ મધ્યપ્રદેશની ઇન્દોર સીટ પણ છે. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનની આ સીટ હોવાના કારણે તેના પર હમેંશા દેશના લોકોની નજર રહે છે. અહીંથી કોંગ્રેસના પ્રકાશ ચન્દ્ર સેઠી દેશના ગૃહ પ્રધાન પણ રહ્યા હતા. આ સીટ પર આઠ વખતથી સુમિત્રા મહાજન જીતતા રહ્યા છે. આ વખતે સુમિત્રા મહાજનને બહારના લોકોની સરખામણીમાં અંદરના લોકો તરફથી પડકારો વધારે મળી રહ્યા છે. ઇન્દોરના મુખ્ય મુદ્દાની વાત કરવામાં આવે તો અહીં ઇન્ટરનેશનલ ફ્લાઇટો શરૂ કરવાની લાંબા સમયથી માંગ રહી છે. નોટબંધી અને જીએસટીના કારણે અહીં કારોબારીને મોટો ફટકો પડ્યો છે. દેપાલપુરમાં નર્મદાનુ પાણી લાવવામાં આવ્યુ હતુ પરંતુ આ કામગીરી ફરી ખોરવાઇ ગઇ છે. સ્માર્ટ સીટીના કામને લઇને ઉદાસીનતા રહી છે. નદી સફાઇ સાથે સંબંધિત કામો કાગળ પર રહી ગયા છે. અન્ય મુદ્દાની વાત કરવામાં આવે તો ઇન્દોર -ખંડવા હાઇવે નિર્માણનુ કામ અટવાઇ ગયુ છે. લોકસભા સ્પીકર બની ગયા બાદ સુમિત્રા મહાજન લોકોનો સીધો સંપર્ક કરી શક્યા નથી. આવી સ્થિતીમાં તેમની સામે કેટલાક પડકારો છે. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીની વાત કરવામાં આવે તો સુમિત્રા મહાજનની મત હિસ્સેદારી ૬૨.૨૬ ટકા રહી હતી. મતદારોની વાત કરવામાં આવે તો અહીં મહિલા મતદારોની સંખ્યા ૧૦૮૨૭૩૨ રહેલી છે. જ્યારે પુરૂષ મતદારોની સંખ્યા ૧૧૫૨૪૩૯ રહેલી છે. તમામ મતદારોની ભૂમિકા ચાવીરૂપ રહેનાર છે. ભારતીય જનતા પાર્ટી માટે પોતાની હોટ સીટ જાળવી રાખવા માટેના કેટલાક પડકારો છે.મધ્યપ્રદેશમાં કમલનાથના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર રાજ્યમાં બની ગયા બાદ તેમની સામે નવા અનેક પડકારો પણ થઇ ગયા છે. વર્ષ ૨૦૧૪માં ભાજપની મતહિસ્સેદારી ૬૪.૯૩ ટકા રહી હતી. જ્યટારે કોંગ્રેસની મત હિસ્સેદારી ૨૯.૪૭ ટકા રહી હતી. કુલ મતદારોની વાત કરવામા ંઆવે તો અહીં ૨૨૩૬૨૦૨ મતદારો છે. સર્વિસ વોટરની સંખ્યા ૮૬૦ રહી છે.સુમિત્રા મહાજનને પડકાર ફેંકી શકે તેવા સક્ષમ ઉમેદવાર કોઇ પાર્ટીની પાસે નથી જેથી ભારતીય જનતા પાર્ટીને આ સીટને લઇને કોઇ ચિંતા નથી. બીજી બાજુ હાલમાં રાષ્ટ્રવાદની લહેર પણ જોવા મળી રહી છે. જેનો લાભ પણ મળી શકે છે. સુમિત્રા મહાજનની છાપ પણ એક શિસ્તમાં રહેનાર લીડર તરીકેની રહી છે જે તેમને લાભ અપાવે છે.

Related posts

ચેન્નઈમાં આઈટી રેડ : ૧૬૦ કરોડ કબજે

aapnugujarat

લૉકડાઉનની સાઇડ ઇફેક્ટ, ‘બ્રેક ધ ચેન’ના નામે ગયા વર્ષનું પુનરાવર્તન થાય એવો ભય

editor

ભારત દ્વારા આકાશ મિસાઈલના નવા વર્ઝનનું થયું સફળ પરીક્ષણ

editor

Leave a Comment

UA-96247877-1