Aapnu Gujarat
રમતગમત

ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ સામેની મેચ માટે તૈયારીઓમાં વ્યસ્ત બની

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે સાંજે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સ પર ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. જેમાં ભારતીય ખેલાડીઓ ખાસ પ્રકારની ફિલ્ડિંગ ડ્રિલમાં વ્યસ્ત નજર આવતા હતા. કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન, ઋષભ પંત, કેએલ રાહુલ સહિત ઘણા ખેલાડીઓને ૪-૪ ના ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા. દરેક જૂથના ચાર ખેલાડીઓ એકબીજાને જાેતા ખૂબ નજીકથી ઉભા હતા અને પછી બોલ ફેંકતી વખતે કેચ કરવાની પ્રેક્ટિસ કરતા હતા. જાે કે, પ્રેક્ટિસ સેશનમાંથી બહાર આવેલા સૌથી મોટા સમાચાર તસવીરોમાં જાેવા મળ્યા ન હતા. પરંતુ તે ટીમ ઈન્ડિયા અને પ્રશંસકો માટે ઉત્સાહિત હતા. આ સમાચાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસના હતા. અહેવાલો અનુસાર, પાકિસ્તાન સામેની મેચમાં બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયેલા હાર્દિકે પ્રેક્ટિસ સેશન દરમિયાન ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો હતો. આ પછી હાર્દિક પહેલીવાર બોલિંગ કરતો જાેવા મળ્યો હતો. હાર્દિકે શાર્દુલ ઠાકુર અને ભુવનેશ્વર કુમારની સામે નેટમાં થોડી ઓવર પણ ફેંકી હતી. જાે કે, તે ન્યુઝીલેન્ડ સામે બોલિંગ કરશે કે નહીં તે કહેવું વહેલું છે, પરંતુ આ શરૂઆતથી થોડી રાહત મળી હશે. આ પછી હાર્દિકે થોડો સમય બેટિંગ પણ કરી હતી. તે જ સમયે, હાર્દિક સિવાય કેપ્ટન વિરાટ કોહલી પણ બેટનું જાેર અજમાવતો જાેવા મળ્યો હતો. દુબઈમાં ્‌ફ૯ના રિપોર્ટર શુભાયન ચક્રવર્તીના જણાવ્યા અનુસાર, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી નેટ્‌સ સેશન દરમિયાન બોલરો પર પ્રહાર કરી રહ્યો હતો અને મોટા શોટ રમી રહ્યો હતો. જે આગામી મેચની તૈયારીના સંદર્ભમાં સારો સંકેત છે.્‌૨૦ ઉર્ઙ્મિઙ્ઘ ઝ્રેॅ ૨૦૨૧ માં ટીમ ઈન્ડિયા માટે આગામી કેટલાક દિવસો ખૂબ જ મહત્વના રહેવાના છે. જાે ટીમ ઈન્ડિયાએ વર્લ્‌ડ કપ જીતવાની પોતાની આશા જીવંત રાખવી હોય તો ૩૧ ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં તમામ તાકાત, વ્યૂહરચના અને હિંમત લગાવવી પડશે. આ પહેલા તેના માટે ટીમે બાકી રહેલા દિવસોમાં સારી રીતે મેચની તૈયારી કરવી પડશે. આ પ્રયાસમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ બુધવારે જાેરદાર પ્રેક્ટિસ કરી હતી. પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાન સામેની હાર બાદ દબાણમાં આવી ગયેલી ભારતીય ટીમે બે દિવસનો બ્રેક લીધો હતો. ત્યાર પછી મેદાન પર પરત ફરીને સૌથી મહત્વપૂર્ણ મેચની તૈયારી શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયાએ ફિલ્ડિંગથી લઈને બેટિંગ અને બોલિંગ સુધી ઘણી મહેનત કરી હતી. જેમાં સૌથી વધુ નજર હાર્દિક પંડ્યા પર હતી. પાકિસ્તાન સામે ૨૪ ઓક્ટોબરે રમાયેલા વર્લ્‌ડ કપના સુપર-૧૨ રાઉન્ડમાં ભારતીય ટીમને ગ્રુપ-૨ની પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન વિરૂદ્ધ તમામ વર્લ્‌ડ કપમાં સતત ૧૨ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો હતો. જેણે બધાને ચોંકાવી દીધા હતા. પાકિસ્તાને ૧૦ વિકેટે જીત નોંધાવીને ભારત માટે રાહ મુશ્કેલ બનાવી દીધી હતી. જાે કે, ભારતીય ટીમ પાસે પોતાને તૈયાર કરવા માટે ઘણો સમય છે. કારણ કે ટીમની બીજી મેચ ૩૧ ઓક્ટોબરે છે. આવી સ્થિતિમાં ટીમે બે દિવસ આરામ કર્યો અને પછી બુધવાર ૨૭ ઓક્ટોબરે મેદાનમાં પરત ફરી હતી.

Related posts

कोहली सभी प्रारूपों में विश्व के सर्वश्रेष्ठ बल्लेबाज : जुनैद

editor

India squad announcement for West Indies tour

aapnugujarat

वेस्टइंडीज की सफलता के लिए आक्रामकता अहम : कप्तान होल्डर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1