Aapnu Gujarat
રમતગમત

વકારે હિન્દુઓ વચ્ચે નમાઝવાળા નિવેદન ઉપર માફી માંગી

ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન પાકિસ્તાની બેટ્‌સમેન મોહમ્મદ રિઝવાને મેદાન પર નમાઝ કરી તેને મેચની સૌથી સારી પળ ગણાવનારા વકાર યુનુસે પોતાના નિવેદન બદલ માફી માગી છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વકાર યુનુસે કહ્યું કે તેમણે આવેશમાં આવીને આ વાત કહી દીધી હતી, તેઓ આવી વાત કરવા બદલ માફી માગે છે. વકારે કરેલા નિવેદન અંગે ભારે નિંદા થઈ હતી. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનુસે એક ન્યૂઝ ચેનલની ડિબેટ દરમિયાન આ વાત કહી હતી. ઘણાં પૂર્વ ક્રિકેટરોએ વકાર યુનુસના આ નિવેદનની ટીકા કરી હતી. તેમનું આ નિવેદન પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદના નિવેદન બાદ તુરંત આવ્યું હતું, જેમાં તેમણે પાકિસ્તાનની જીતને ઈસ્લામની જીત ગણાવી હતી. કાર યુનુસે માફી માગતી ટ્‌વીટમાં લખ્યું છે કે, “આવેશમાં આવીને આવી વાત કહી દીધી હતી, જે મારો કહેવાનો મતલબ હતો, મેં એવું નથી કહ્યું. જેના કારણે ઘણાં લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. હું તેના માટે માફી માગુ છું, મારી આવી ભાવના જરાય નહોતી, ખરેખર ભૂલ થઈ છે. સ્પોર્ટ્‌સ લોકોને રંગ અને ધર્મથી દૂર રાખીને જાેડે છે. વકાર યુનુસના ટ્‌વીટ પર તેમના દેશમાં જ વાંધો ઉઠવા લાગ્યો હતો. રમીઝ રાજાએ ટ્‌વીટ કરીને લખ્યું હતું, જરા પણ આશ્ચર્ય નથી થયું. હું મારા અનુભવથી જણાવી શકુ છું કે એક સામાન્ય વ્યક્તિ જે પોતાના દેશની ભાષાઓ અને શહેરો વિશે નક્સલવાદી છે, તે સરળતાથી ધાર્મિક મતભેદો વિશે નકારાત્મક ટિપ્પણી કરી શકે છે.

Related posts

ડોન બ્રેડમેન બાદ કોહલીની સૌથી ઝડપથી ૨૫ સદી

aapnugujarat

આ શું ! લાઝિઓના પેટ્રિકે વિરોધી ટીમના ફૂટબોલરને દાંત વડે બચકુ ભર્યું

editor

Shakib Al Hasan Bangladesh 1st batsman to score 1000 runs in World Cup

aapnugujarat

Leave a Comment

UA-96247877-1