Aapnu Gujarat
Uncategorized

રાજકોટનો આજી ૧ ડેમ ઓવરફ્લો, ડેમ પર જવા અંગે મનાઈ

રાજકોટનો આજીડેમ ઓવરફ્લો થતાં, ડેમ પર અવર જવર બંધ કરી દેવામાં આવી છે. સાથે સાથે ડેમ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઓવરફ્લો સાઈડ પર પણ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.  ડેમના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. જંગલેશ્વર, થોરાળા સહિતના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
૧૯૫૨માં ડેમનું કામ પુર્ણ થયું હતું. આજી ડેમ ૧- ૨૯ ફૂટની ઉંડાઈ ધરાવે છે. ૧૯૭૭માં પ્રથમ વખત આજી ડેમ ઓવરફ્લો થયો હતો. ૪ વર્ષ બાદ ફરીથી આજી ડેમ ૧ ઓવરફ્લો છે.૨૯ ફૂટની સપાટી ધરાવતા આજી-૧ ડેમ ઓવરફ્લો થતા શહેરીજનોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.
રાત્રે ૧૦ વાગ્યે ડેમની સપાટી ૨૮.૮૫ ફૂટે પહોંચી ગઇ છે. જ્યારે રાત્રે ૨ વાગે ઓવરફ્લો થયો હતો. ઉપરવાસમાં આવેલા તમામ ચેકડેમ છલકાઇ ચૂક્યા છે. તેમાંથી નવાં નીર સીધા આજી ડેમમાં ઠલવાઇ રહ્યા છે.  આવતા ૪૮ કલાકમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. ડેમમાં જો નવાં નીરથી સપાટી ભયજનક સ્તરે પહોંચી જાય તેવી શક્યતા છે. આજી ડેમ ૧૯૫૩થી અત્યાર સુધીમાં ૧૦ વાર ઓવરફ્લો થયો છે.

Related posts

વંથલીમાં ચૂંટણી પ્રચાર કરવા ગયેલા એનસીપી નેતા રેશમા પટેલ પર હુમલો

aapnugujarat

શહેરા ખાતે આવેલી મુક્તજીવન ડિઝાસ્ટર એન્ડ રેસ્ક્યુ ટ્રેનિગ એકેડમી ખાતે ફાયર ઓફીસર સાજીદખાન પઠાણે તાલીમ આપી

editor

સોમનાથ દર્શનાર્થે આવતાં ભક્તો માટે તંત્ર દ્વારા મંડપ બાંધવામાં આવ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1