Aapnu Gujarat
Uncategorized

મમુમિયા પંજૂમિયાના ઘર પર હુમલો, પુત્રી ઘાયલ

કુખ્યાત દાણચોર અને આર.ડી.એક્સના આરોપી મમુમીયા પંજુમિયાના ઘર પર પથ્થર વડે હુમલો કરી મમુમીયા અને તેની પુત્રીને પર હુમલો કરી ઘરમાં તોડફોડ કરી ૧૧ જેટલા લોકો નાસી ગયાની મમુમીયા એ ફરિયાદ નોંધાવી.પોરબંદરમાં આવેલા ઠક્કર પ્લોટ વિસ્તારમાં રહેતા કુખ્યાત દાણચોર અને ગોસાબારા આર.ડી.એક્સ લેન્ડીંગના આરોપી મમુમીયા પંજુમિયાના ઘરે ગત રાત્રે ૧૧ જેટલા લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને મમુમીયા કાંઈ સમજે તે પહેલા જ તેના ઘર પર પથ્થરમારો શરુ કરી દીધો હતો અને બાદમાં મમુમીયા પર ધોકા વડે હુમલો કરતા તેની પુત્રીને માથાના ભાગે ઈજા થયેલી હતી ટોળાએ ઘરમાં ઘુસી ફર્નીચર અને ટીવી પણ તોડી મમુમીયા ના ૭ થી ૮ હજાર રૂપિયા અને પુત્રીનો સોનાનો ચેઈન પણ લઇ ગયા ની મમુમીયાએ કીર્તિ મંદિર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.મમુમીયા પંજુમિયા આર.ડી.એક્સ નો આરોપીનું કહેવું છે કે અજીમ યુનુસનો દીકરો અને કાકા અને અન્ય ૬ લોકો કુલ ૧૧ લોકોએ આવી અને મારવા લાગ્યા હતા ત્યારે મારી પુત્રી વચ્ચે પડી તો તેને પણ માથામાં ઈજા થયેલી છે મને પૂરી દીધો હતો. મારી સાળીને પણ ઈજા થયેલી છે. મારી પુત્રીનો સોનાનો ચેઈન પણ લઇ ગયેલ છે. ઘરમાં ઘુસી ધોકા વડે ટીવી સહીતનું ફર્નીચર તોડી નાખ્યું છે જે અંગે મેં ફરિયાદ નોંધાવી છે.મમુમીયાની વાત માનીએ તો આરોપીઓ એક વિદેશી નાગરિકના ખાલી મકાનમાં ઘુસીને ગેરકાયદે કબજો કરતા હતા અને તે બાબતે પોલીસ તેને શોધી રહી હતી તેથી તે મામલાની સમજાવટ માટે પોલીસે મમુમીયાને કહ્યું હતું. આ મામલામાં આરોપીઓ એ ઉશ્કેરાઈને મમુમીયા પર હુમલો કર્યો છે.પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ આર.જી.ચાવડાનું કહેવું છે કે ઉમરમીયા ઈસ્માઈલમિયા બુખારી ઉર્ફ મમુમીયા પંજુમિયાએ આજે કિર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં આવી અજીમ સહિત કુલ ૧૧ લોકો આવીને તું કેમ પોલીસમાં અમારી ખોટી ફરિયાદો અને હકીકતો આપે છે તેમ કરી ધોકા તથા છરી વડે તેના ઘર અને તેના પોતા પર તેમજ તેની પુત્રી પર હુમલો કર્યો હોવાની અને ઘરમાં તોડફોડ કરી હોવાની પોલીસ ફરિયાદ લખાવી છે. તેની પુત્રી ફરાહ અને અન્ય એક બેનને લાગ્યું હોવાથી ફરિયાદ કરી છે. ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related posts

७०० करोड़ के खर्च पर ओखा से बेट पुल का निर्माण होगा

aapnugujarat

કોરોનાનું ભયાનક દ્રશ્ય, જીવતા દર્દીઓની બાજુમાં લાશોનો ઢગલો લાગ્યો

editor

नोटबंदी और किसानो से जुड़े मुद्दो को लेकर मोदी पर हमला :राहुल गांधी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1