Aapnu Gujarat
રાષ્ટ્રીય

શોપિયાં એન્કાઉન્ટરમાં ૨ આતંકવાદી માર્યા ગયા

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોનું આતંકવાદીઓ વિરૂદ્ધનું ઓપરેશન સતત ચાલુ છે. તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ઉશ્કેરાયેલા આતંકવાદીઓએ સામાન્ય નાગરિકો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. થોડા સમય પહેલા આતંકવાદીઓએ બિહાર અને ઉત્તર પ્રદેશના મજૂરોની હત્યા કરી દીધી હતી. જમ્મુ કાશ્મીરમાં સતત સુરક્ષા દળોનું આતંકવાદીઓ વિરૂદ્ધનું ઓપરેશન ચાલુ છે. શોપિયાં ખાતે બુધવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન જવાનોએ ૨ આતંકવાદીઓને ઢેર કરી દીધા હતા. જાેકે આ એન્કાઉન્ટરમાં ૩ જવાન પણ ઘાયલ થયા છે. તેમાંથી એક જવાને હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. શોપિયાં એન્કાઉન્ટરમાં જે ૨ આતંકવાદીઓ માર્યા ગયા છે તેમાંથી એક આતંકવાદીની ઓળખ આદિલ વાની તરીકે સામે આવી છે. તે જુલાઈ ૨૦૨૦માં આતંકવાદી સંગઠનો સાથે જાેડાયો હતો. તેણે પુલવામા ખાતે ઉત્તર પ્રદેશના સહારનપુરના મૂળ નિવાસી પ્રવાસી મજૂરની હત્યા કરી હતી. આદિલ ્‌ઇહ્લનો જિલ્લા કમાન્ડર હતો. કાશ્મીરના આઈજીપીએ જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ૧૫ દિવસમાં આતંકવાદીઓ વિરૂદ્ધ ૧૦ જેટલી અથડામણો થઈ છે. આ એન્કાઉન્ટર્સમાં અત્યાર સુધીમાં ૧૫ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ તરફ સુરક્ષા દળોએ પૂંચના જંગલોમાં પણ આતંકવાદીઓને ઘેરી લીધા છે. ત્યાં છેલ્લા ૧૦ દિવસથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જવાનોએ જંગલમાં ૪-૬ આતંકવાદીઓને ઘેરી લીધા છે. જાણવા મળ્યા મુજબ સુરક્ષા દળો કોઈ પણ સમયે આતંકવાદીઓ પર અંતિમ હુમલો કરી શકે છે.

Related posts

૧૫ ઓગસ્ટનાં ભાષણ માટે મોદીએ લોકો પાસે સૂચનો માંગ્યાં

aapnugujarat

गन्ना किसानों के बहाने प्रियंका का बीजेपी पार्टी पर हमला

aapnugujarat

सुप्रीम कोर्ट का आधार जरुरी बनाने पर रोक से इनकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1