Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

નાસા હવે ચંદ્ર પર નેટવર્ક સ્થાપિત કરવાની તૈયારીઓ કરી રહ્યું છે

નેશનલ ડિજિટલ ઇન્ક્‌લુઝન એલાયન્સના રિપોર્ટ અનુસાર, ક્લેવલેન્ડના લગભગ ૩૧ ટકા ઘરોમાં બ્રોડબેન્ડની સુવિધા નથી. અગાઉ સમાચાર એવા પણ આવ્યા હતા કે, નાસા ચંદ્ર પર પોતાનું આગામી ‘મૂન મિશન’ શરૂ કરવા જઈ રહ્યું છે. આ મિશનનું લક્ષ્ય ચંદ્રની સપાટી પર કાયમી ક્રૂ સ્ટેશન બનાવવાનું છે. આ માટે ચંદ્ર પર અવકાશયાત્રી મોકલતા પહેલા એજન્સી ચંદ્રના ઠંડા, છાંયાદાર દક્ષિણ ધ્રુવ પર ગોલ્ફ-કોર્ટ-કદના રોબોટ લોન્ચ કરી રહી છે. આ રોવરનું નામ ફૈંઁઈઇ હશે એટલે કે વોલેટાઇલ્સ ઇન્વેસ્ટિગેટિંગ પોલર એક્સપ્લોરેશન રોવર હશે. આ રોવર ચંદ્રની સપાટી પર પાણીના સ્ત્રોતોની શોધમાં ૧૦૦ દિવસ પસાર કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, ચંદ્રના દક્ષિણ ધ્રુવને લગતો આ પહેલો સર્વે હશે.આ માટે અમેરિકી સ્પેસ એજન્સી ચંદ્ર પર વાઇ-ફાઇ નેટવર્ક લગાવવાનો વિચાર કરી રહ્યું છે. તાજેતરમાં કરેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે. તેનાથી અમેરિકાના કેટલાક ભાગોમાં ઈન્ટરનેટની અસુવિધા ઘટાડવાનો પ્રયત્ન કરશે અને ભવિષ્યના આર્ટેમિસ મિશનને ટેકો આપવાની કોશિશ કરવામાં આવશે. નાસાના ગ્લેન રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર મેરી લોબોએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આર્ટેમિસ હેઠળ ચંદ્ર પર અવકાશયાત્રીઓને મોકલવાના પડકારો અને આપણા સમાજમાં વધતી સમસ્યાઓના ઉકેલ શોધવાનો આ એક સારો મોકો છે. આર્ટેમિસ પ્રોગ્રામનું મિશન ૧૯૭૨ પછી પ્રથમ વખત મનુષ્યને ચંદ્ર પર મોકલવાનું છે. ૨૦૨૧માં ચંદ્ર પર માનવરહિત મિશન લોન્ચ કરવાની, ૨૦૨૩માં ચંદ્રની નજીક ક્રૂ મોકલવાની અને ૨૦૨૪માં એક માણસને ચંદ્ર પર ઉતારવાનું મિશન છે. નાસાની કંપાસ લેબ દ્વારા વાઇ-ફાઇ પ્રોગ્રામ પર તાજેતરમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો છે. ઇનસાઇડર સાથે વાત કરતા કંપાસ લેબના સ્ટીવ ઓલસને જણાવ્યું હતું કે, આ અભ્યાસ મહત્વપૂર્ણ છે કારણ કે આર્ટેમિસ બેઝકેમ્પ સાથે જાેડાયેલા ક્રૂ, રોવર્સ, સાયન્સ અને માઇનિંગ સાધનોને પૃથ્વી સાથે સંપર્કમાં રહેવા માટે વધુ સારા કનેક્શનની જરૂર પડશે. તો બીજી તરફ વાઇફાઇ મામલે નાસાએ એક મીડિયા સાથેની વાતચીમાં જણાવ્યું હતું કે, ડિજિટલ અસમાનતા અને વધુ સારી ઈન્ટરનેટ સેવા સુધી પહોંચનો અભાવ એ સમગ્ર અમેરિકામાં ફૅલાયૅલી સામાજિક-આર્થિક ચિંતા છે. કોરોના મહામારી પછી સૌથી વધુ ખરાબ થઈ ગઈ છે.

Related posts

PM’s joint interaction with Dutch CEOs

aapnugujarat

બ્રિટનના પ્રધાનમંત્રી લિઝ ટ્રસે આપ્યું રાજીનામું

aapnugujarat

US military unveiled plans to withdraw about 12,000 troops from Germany

editor

Leave a Comment

UA-96247877-1