Aapnu Gujarat
ગુજરાત

મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે “આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ” ઉજવાયો

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર દ્વારા માહિતી મુજબ
સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧ લી ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. વિશ્વમાં વૃદ્ધો સાથે થતાં અન્યાય, ઉપેક્ષા અને દુર્વ્યવહાર પર લગામ લગાવવાના હેતુથી દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ ઑલ્ડર પર્સન મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવા માટે દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક થીમ નક્કી કરવામાં આવે છે. ચાલુ વર્ષ ૨૦૨૧ માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસની ઉજવણી માટે “તમામ યુગ માટે ડિજિટલ ઇક્વિટી” થીમ નક્કી કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ ૧૯૯૦ માં ૧૪ મી ઑક્ટોબરના રોજ વૃદ્ધ વ્યક્તિઓ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ૧ લી ઑક્ટોબર નક્કી કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે લલીતાબેન જીવનસંધ્યા વૃદ્ધાશ્રમ-દૂધરેજ અને પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા શીશુકુંજના વૃદ્ધ લાભાર્થીઓ તેમજ હોસ્પિટલ ખાતે જીરિયાટ્રિક ઓપીડીમા આવતા જરૂરિયાતમંદ દર્દીઓ સહિતના વૃદ્ધ જરૂરિયાતમંદ લાભાર્થીઓને તેઓની શારીરિક જુદી-જુદી તકલીફો મુજબ વોકિંગ સ્ટીક, વોકર, ની-કેપ અને લમ્બો સેક્રલ બેલ્ટ જેવા જરૂરી સહાયક ઉપકરણોનું ની:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત બંને સંસ્થાના ઉપસ્થિત તમામ વયસ્ક લાભાર્થીઓ અને જીરિયાટ્રિક દર્દીઓના આરોગ્યની સંભાળ હેતુસર નિ:શુલ્ક રોગ નિદાન કેમ્પમાં વૃદ્ધોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી તમામના જીવનશૈલી આધારિત થતા વિવિધ બિનચેપી રોગો માટે ડાયાબીટીસ પ્રેશર તપાસ, આંખની તપાસ, મોઢાના રોગોની તપાસ, બી.એમ.આઈ, મહિલાઓ માટે બ્રેસ્ટ અને સર્વાઈકલ કેન્સર માટેની પ્રાથમિક અવસ્થાની તપાસ અને લેબોરેટરી તપાસ સાથો સાથ નિ:શુલ્ક દવા પણ પુરી પાડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બિનચેપી રોગોના શંકાસ્પદ નોંધાયેલા વયોવૃદ્ધ લાભાર્થીઓને આગળની તપાસ માટે સંદર્ભિત કરી વધુ સારવાર પુરી પાડવાના પગલાઓ હાથ ધરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જનશ્રી ડૉ. હરીશ વસેટિયનના માર્ગદર્શન હેઠળ તેમજ નેશનલ હેલ્થ મિશન તથા સુરેન્દ્રનગર જિલ્લામાં અમલીકરણ નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ ધી એલ્ડરલી અંતર્ગત એન.સી.ડી. સેલ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકે તે માટે ઇ-પેમેન્ટ વ્યવસ્થા

aapnugujarat

લગ્ન કરી લૂંટેરી દુલ્હન સપ્તાહમાં પલાયન થઈ

aapnugujarat

બાપુનગરની સીટ ઉપરથી કિન્નરની અપક્ષ ઉમેદવારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1