Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

થાઈલેન્ડનું ટુરિઝમ ભારતીયોના ભરોસે ચાલી રહી છે

થાઈલેન્ડમાં ૨૦૧૯માં દુનિયાભરના ચાર કરોડ પ્રવાસી આવ્યા હતા, જેનાથી થાઈલેન્ડને રૂ. ૪.૪૪ લાખ કરોડની આવક થઈ. આશરે ૨૦ લાખ ભારતીયોથી થાઈલેન્ડને રૂ. ૧૭,૫૪૮ કરોડ આવક થઈ હતી. આ અંગે સોમસોંગ કહે છે કે છેલ્લા ૧૮ મહિનાથી થાઈલેન્ડ કોરોનાના કારણે અત્યંત કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે. આ દરમિયાન પ્રવાસન ક્ષેત્ર સાથે જાેડાયેલી ૩૦ લાખ નોકરીઓ પણ જતી રહી, પરંતુ ભારતીયો અમારા ટુરિઝમને બુસ્ટર ડોઝ આપશે એવી અમને આશા છે.થાઈલેન્ડની વસતી આશરે ૭ કરોડ છે. દર વર્ષે અહીં દુનિયાભરમાંથી આશરે ચાર કરોડ પ્રવાસી આવે છે. થાઈલેન્ડ જતા પ્રવાસીઓમાં ભારતીયો ત્રીજા નંબરે છે. પહેલા ક્રમે ચીન અને બીજે મલેશિયા છે. પરંતુ કોરોનાકાળમાં થાઈલેન્ડમાં વિદેશી પ્રવાસીઓમાં જબરદસ્ત ઘટાડો થયો છે. આ વાતનો અંદાજ તેના પરથી આવી શકે છે કે, અહીં છેલ્લા આઠ મહિનામાં ફક્ત ૭૩,૯૩૨ વિદેશી પ્રવાસીઓ આવ્યા. આ કારણસર થાઈલેન્ડે આ વર્ષે પ્રવાસીઓના આગમનનું પૂર્વાનુમાન ૫ લાખથી ઘટાડીને ૨.૮૦ લાખ કરી દીધું છે. આ બધા વચ્ચે થાઈલેન્ડ ૧૮ મહિના પછી પહેલી નવેમ્બરથી વિદેશી પ્રવાસીઓને આવવાની મંજૂરી આપવા જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે તે ચીન અને મલેશિયાને છોડીને ભારતીયોને પ્રાથમિકતા આપશે. થાઈ ટુરિઝમ કાઉન્સિલના ઉપાધ્યક્ષ સોમસોંગ સિચફિમુખે કહ્યું કે, અમે પહેલી નવેમ્બરથી પ્રવાસન કેન્દ્રો ખોલવાની યોજના તૈયાર કરી છે. ભારતીય પ્રવાસીઓ માટે દિવાળી એક સુંદર તક હોઈ શકે છે કારણ કે, દિવાળી પછી ભારતીયો અહીં ફરવા આવશે. તેમની ખર્ચશક્તિ વધુ છે. ભારતીય પ્રવાસીઓ અમારા અર્થતંત્રને પુનઃજીવિત કરવા મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. એક ભારતીય થાઈલેન્ડમાં ૨૭ હજારથી ૭૬ હજાર થાઈ બાટ (આશરે રૂ. ૬૦ હજારથી ૧.૭૦ લાખ) ખર્ચ કરે છે.

Related posts

टेरर फंडिग को लेकर अमेरिका ने ईरान पर और कड़े किए प्रतिबंध

aapnugujarat

बोर्डर से तुरंत सेना हटाए भारत, तभी होगी बात : चीन

aapnugujarat

દેશ ચલાવવા તાલિબાન શૂરા-કમિટી બનાવશે

editor

Leave a Comment

UA-96247877-1