Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કોરિયન દ્વિપ પર અમેરિકાના બે બોમ્બર વિમાને ઉડાણ ભરી

ઉત્તર કોરિયા દ્વારા મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવ્યા બાદ અમેરિકાએ પણ પોતાના ઇરાદા દર્શાવીને કોરિયન દ્વીપ ઉપર બે બી-૧બી બોમ્બર વિમાનો ઉડાવ્યા છે. આ બોમ્બર વિમાનોએ ઉડાણ ભરતા ઉત્તર કોરિયા તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. બીજી બાજુ યુએસ એરફોર્સે આજે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, કોરિયન દ્વિપ ઉપર બે બી-૧બી બોમ્બર વિમાનોએ ઉંડાણ ભરી છે. અત્રે નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય દબાણને ફગાવી દઇને ઉત્તર કોરિયાએ ગઇકાલે ફરી એકવાર ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ કર્યુ હતું. એક મહિનામાં બીજી વખત ઉત્તર કોરિયા દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. આ પરીક્ષણના પરીણામ સ્વરૂપે અમેરિકા સહિતના દેશોની ઉંઘ હરામ થઇ ગઇ છે. ઉત્તર કોરિયાએ જે ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું તે અમેરિકાના અનેક સ્થળો સુધી ત્રાટકવામાં સક્ષમ છે. ક્ષેત્રિય સ્થિરતા સામે ઉત્તર કોરિયા ખતરારુપ હોવાનો દાવો પેસિફિક એરફોર્સના કમાન્ડર જનરલ દ્વારા કહેવામાં આવ્યું છે. અમેરિકાને મિસાઇલ હુમલા કરવાની નજીક હોવાની ચેતવણી ઉત્તર કોરિયા દ્વારા આપવામાં આવી રહી છે. આ પરીક્ષણ બાદ કોરિયન મહાદ્ધિપમાં તંગદીલી વધી જવાની દહેશત છે. આ મિસાઇલ પરીક્ષણ એવા સમય પર કરવામાં આવ્યુ છે જ્યારે એક દિવસ પહેલા જ અમેરિકી કોંગ્રસે રશિયા, ઇરાન અને ઉત્તર કોરિયા પર નવેસરના કઠોર પ્રતિબંધો લાગુ કરવા માટે મતદાન કર્યુ છે. ઉત્તર કોરિયાએ આ વર્ષે ૧૨મી વખત મિસાઇલના પરીક્ષણ કર્યા છે. જ્યારે એક મહિનાની અંદર જ બીજી વખત પરીક્ષણ કરવામાં આવ્યુ છે.ઉત્તર કોરિયાની અમેરિકા સાથે છેલ્લા કેટલાક સમયથી ખેંચતાણ રહી છે. વૈશ્વિક દેશો તરફથી દબાણ લાવવામાં આવ્યુ હોવા છતાં તે વારંવાર મિસાઇલ પરીક્ષણ કરી રહ્યુ છે. સાથે સાથે અમેરિકા સહિતના દેશોને હુમલાની ચેતવણી પણ આપતુ રહે છે.

Related posts

કાબુલમાં તાલિબાને લોકો પાસેથી હથિયારો છીનવ્યા

editor

US warned by China against opening “Pandora’s box” in Middle East

aapnugujarat

ઇમરાનની પીએમ તરીકે તાજપોશીની તૈયારી શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1