Aapnu Gujarat
રાષ્ટ્રીય

૨૦૧૮માં ચંદ્ર ઉપર ભારત બે મિશન મોકલવા સુસજ્જ

દેશની જમીન પરથી આગામી વર્ષે બે મુન મિશન લોંચ કરવામાં આવનાર છે. પ્રથમ મિશન અંતરિક્ષ એજન્સી ઇસરોના ચંદ્રયાન-૨ના એડવાન્સ વર્ઝન તરીકે રહેશે. આનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રની સપાટીના સંદર્ભમાં વધુ માહિતી એકત્રિત કરવાનો છે. જ્યારે અન્ય મિશન એરોસ્પેસ સ્ટાર્ટઅપ ટીમઇન્ડસનો છે. જે ચંદ્રની સપાટી ઉપર ૫૦૦ મીટર ચાલવા ઉપરાંત તિરંગા ધ્વજને પણ લહેરાવશે. ટીમ ઇન્ડસના આ મિશન ગ્લોબલ લુનર કોમ્પિટીશન માટેનો પણ એક હિસ્સો છે. ટીમઇન્ડસમાં મોટાભાગના યુવા એન્જિનિયરો છે જેનું નેતૃત્વ આઈઆઈટી દિલ્હીમાંથી અભ્યાસ કરી ચુકેલા રાહુલ નારાયણ કરી રહ્યા છે. આ ગુગલના લુનર એક્સપ્રાઇઝ ગ્લોબલ કોમ્પિટીશન હેઠળ કરવામાં આવી રહ્યું છે જેની ઇનામી રકમ ત્રણ મિલિયન ડોલર અથવા તો ૧૯૨ કરોડ રૂપિયા છે. આ સ્પર્ધામાં ચૂંટાઈ આવેલી ટીમોને ચંદ્રની સપાટી ઉપર રોવરને ૫૦૦ મીટર સુધી ચલાવવાની તક મળશે. સાથે સાથે ચંદ્ર પરથી પૃથ્વી સુધી એચડી ફોટાઓ મોકલવાના રહેશે. આ સ્પર્ધાને પૂર્ણ કરવા માટે એરોસ્પેશ સ્ટાર્ટઅપ ટીમઇન્ડસ ઇન્ફોસીસના સહસ્થાપક અને યુઆઈડીએઆઈના પૂર્વ ચેરમેન નંદન નિલકાણી સહિત ઇસરોના પૂર્વ અધ્યક્ષ કસ્તુરી રંજન જેવા લોકો પાસેથી નાણા એકત્રિત કરવામાં આવ્યા છે. ટીમઇન્ડસની પ્રશંસા કરતા નિલકાણીએ કહ્યું છે કે, ટીમઇન્ડસ મોટા લક્ષ્ય માટે કામ કરી રહ્યું છે. આ એરોસ્પેસ સ્ટાર્ટઅપ પર રોકાણ કરવામાં આવ્યું છે. કારમ કે, તેમને ચંદ્ર ઉપર પહોંચનાર અને લેન્ડ કરનાર આ મિશન પર સંપૂર્ણ વિશ્વાસ છે. ઇસરોના અધ્યક્ષ એસ કિરણકુમારે પણ આ સંદર્ભમાં માહિતી આપતા કહ્યું છે કે, ટીમઇન્ડસને ઇસરોની કોમર્શિયલ કંપનીએન્ટ્રીક્સની સાથે સમજૂતિ કરી છે. બંને મિશનનું અંતર શું છે તે અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, બંને મિશન ટેકનોલોજી અને વૈજ્ઞાનિકરીતે જુદા જુદા છે.

Related posts

मुंबई ब्लास्टः अबू सलेम समेत छह आरोपी दोषी करार हुए

aapnugujarat

देश में कोरोना संक्रमितों का आंकड़ा 64 लाख के पार

editor

કર્ણાટક : ચૂંટણી પ્રચાર વેળા રાહુલના મોદી ઉપર પ્રહારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1