Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને પ્રજાને આકરાં કરવેરાનો ડોઝ આપ્યો

દેશમાં ત્રાટકેલી કોવિડની મહામારીના કારણે નેશનલ હેલ્થ સર્વિસમાં લાખો એપોઇન્ટમેન્ટના બેકલોગનો ભરાવો થઇ ગયો છે જેના કારણે લોકોની સારવારમાં અને અન્ય જરૂરી તબીબી પ્રક્રિયામાં ભારે વિલંબ થઇ રહ્યો છે. હવે સામાજિક કાળજી લેવામાં કોઇ વધુ વિલંબ કરાશે નહીં એમ જ્હોન્સને સ્પષ્ટ શબ્દોમાં કહેતા ઉમેર્યું હતું કે સરકાર છેલ્લા એક દાયકાઓથી આ સમસ્યા સામે ઝઝૂમી રહી છે. સરકારી આંકડા મુજબ બ્રિટનના પ્રત્યેક સાત પૈકીનો એક નાગરિક તબીબી અને વૃદ્ધોની સારવાર પાછળ અંદાજે ૧ લાખ પાઉન્ડની ચૂકવણી કરે છે. તે ઉપરાંત જે લોકોને તબીબી સારવારનો ખર્ચ સહેજપણ પરવડતો નથી એવા લોકોની સારવારનો ખર્ચ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અથલા તો રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકારોએ ઉઠાવવો પડે છે જેના કારણે લોકલ ગવર્મેન્ટની સંસ્થાઓની ઉપર નાણાંકીય બોજ વધી જાય છે.બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને મંગળવારે જાહેર કર્યું હતું કે દેશમાં વધી રહેલા વૃદ્ધોની સારવાર અને કાળજી માટે થતાં નાણાંકીય ખર્ચાઓ સતત વધી રહ્યા છે જેને પહોંચી વળવા તેમને કરવેરા નહીં વધારવાના ચૂંટણી સમયે આપેલા વચનનો ભંગ કરવો પડશે અને નાછૂટકે કરવેરામાં વધારો કરવો પડશે. વડાપ્રધાને કરવેરા વધારવાની પોતાની તમામ દરખાસ્તોને ઉચિત ઠરાવતા પગારદાર લોકો દ્વારા ચૂકવવામાં આવતા નેશનલ ઇન્સ્યોરન્સ પેમેન્ટના દરમાં ૧.૨૫ ટકાનો વધારો જાહેર કર્યો હતો. આ વધારાના કારણે પ્રત્યેક પગારદારને વાર્ષિક ૧૮૦ પાઉન્ડ વધારે ચૂકવવા પડશે. યાદ રહે કે આ કરવેરો વ્યક્તિગત કરવેરાની શ્રેણીમાં આવે છે જેની અસર નોકરી કરનાર પ્રત્યેક પગારદાર ઉપર પડશે. બ્રિટનની સંસદના હાઉસ ઓફ કોમન્સમાં ઉપસ્થિત સાંસદોને જ્હોન્સને કહ્યું હતું કે સતત નાણાંભીડમાંથી પસાર થઇ રહેલી દેશની નેશનલ હેલ્થ સર્વિસને ટેકો આપવા અને વૃદ્ધોની તબીબી સારવાર અને કાળજીના ખર્ચાઓને પહોંચી વળવા તેમની કોન્ઝર્વેટિવ સરકારે અત્યંત મુશ્કેલ આગામી ત્રણ વર્ષમાં ૩૬ અબજ પાઉન્ડ (૫૦ અબજ ડોલર)નું ભંડોળ ઉભું કરલાવો અત્યંત મુશ્કેલ પરંતુ જવાબદાર ર્નિણય કર્યો છે.

Related posts

Strike on PoK terrorist launch pad to give message to Pakistan’s friendly nations

aapnugujarat

મેક્સિકોમાં કાર રેસિંગ દરમિયાન અંંધાધૂધ ફાયરિંગ, 11 રેસર્સના મોત

aapnugujarat

શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા, બીજી વખત કમાન સંભાળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1