Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

‘પાકિસ્તાન મુર્દાબાદ’ના સૂત્રોચ્ચાર કરનારાઓ પર તાલિબાનનો ગોળીબાર

અફઘાનિસ્તાનમાં નવી સરકાર રચવામાં ઊભા થઈ રહેલા અવરોધોનો આખરે મંગળવારે અંત આવ્યો હતો અને તાલિબાનોએ મંગળવારે મોડી સાંજે નવી સરકારની જાહેરાત કરી હતી. કંદહારના વતની મુલ્લા મોહમ્મદ હસન અખુંદ અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારના નવા વડાપ્રધાન બનશે. અખુંદ તાલિબાનની ર્નિણય લેનારી શક્તિશાળી ‘રેહબરી શુરા’ના વડા છે. ઈરાની શાસન પદ્ધતિ અપનાવનારા તાલિબાનોના સર્વોચ્ચ વડા મુલ્લા હિબતુલ્લા અખુંદઝાદા રહેશે. મુલ્લા અબ્દુલ ગની બરાદરને નાયબ વડાપ્રધાન બનાવાયા છે. તાલિબાનના સ્થાપક મુલ્લા મોહમ્મદ ઓમરના પુત્ર મુલ્લા યાકુબ સંરક્ષણ મંત્રી બનશે. કુખ્યાત હક્કાની નેટવર્કના વડા સિરાજુદ્દિન હક્કાની ગૃહમંત્રી, અબ્દુલ હકીમને ન્યાય મંત્રી, અબ્બાસ સ્તાનિકઝઈને નાયબ વિદેશ મંત્રી બનાવાયા છે. ખૈરઉલ્લાહ ખેરખાંને સૂચના મંત્રીપદ સોંપાયું છે.તાલિબાનના સમર્થનમાં પંજશીર પર પાકિસ્તાન એરફોર્સના ડ્રોન હુમલાના વિરોધમાં મંગળવારે મહિલાઓ સહિત સેંકડો અફઘાન દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના સૂત્રોચ્ચાર કરવાની સાથે અફઘાનિસ્તાનમાં ‘સ્વતંત્રતા’, ‘અલ્લાહ અક્બર’ અને ‘મહિલા અધિકારો’ના પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. જાેકે, કાબુલના રસ્તાઓ પર પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચારથી ધૂંઆપૂંઆ થઈ ગયેલા તાલિબાનોએ રેલીને વેર-વીખેર કરવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો. દરમિયાન આખરે નવી સરકાર રચવાના અવરોધો દૂર થયા છે અને મુલ્લા મોહમ્મદ હસન અખુંદને વડાપ્રધાન જાહેર કરાયા છે. અમેરિકાની અફઘાનિસ્તાનમાંથી વિદાય પહેલાં જ આખા અફઘાનિસ્તાન પર વીજળીક ગતિએ કબજાે કરનારા તાલિબાનો એક પખવાડિયા કરતાં વધુ સમયથી પંજશીર પર કબજાે કરવામાં નિષ્ફળ ગયા હતા. પંજશીર પર કબજાે કરવા માટે આખરે તાલિબાને તેના ‘આકા’ પાકિસ્તાનની મદદ લેવી પડી હતી. પાકિસ્તાની એરફોર્સે પંજશીર પર ડ્રોન હુમલો કરતાં તેમજ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના વડાની કાબુલ મુલાકાતથી અફઘાન નાગરિકોમાં ભારે આક્રોશ ફેલાયેલો છે. તાલિબાને સોમવારે દાવો કર્યો હતો કે તેણે અફઘાનિસ્તાનમાં તેના નિયંત્રણ બહાર રહેલો છેલ્લો પંજશીર પ્રાંત પણ કબજે કરી લીધો છે. જાેકે, તાલિબાનના દાવાને ફગાવતાં પંજશીરમાં તાલિબાનોના વિરોધમાં ઊભા થયેલા અહેમદ મસૂદે ઓડિયો સંદેશમાં લોહીના છેલ્લા ટીપા સુધી લડતા રહેવાની હાકલ કરી હતી. મસૂદે અફઘાન નાગરિકોને પણ વિદેશી (પાકિસ્તાનની) મદદથી દેશ પર કબજાે કરનારા તાલિબાનોનો વિરોધ કરવા રસ્તા પર ઉતરવા હાકલ કરી હતી. મસૂદે પંજશીર પ્રાંત પર પાકિસ્તાન એરફોર્સે ડ્રોન હુમલો કર્યો હોવાનો પણ દાવો કર્યો હતો. અહેમદ મસૂદના દાવા પછી મંગળવારે કાબુલમાં પાકિસ્તાનના દૂતાવાસ બહાર સેંકડો દેખાવકારો એકત્ર થયા હતા અને ‘સ્વતંત્રતા’, ‘અલ્લાહ અકબર’ અને ‘અમે બંધક બનવા નથી માગતા’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉપરાંત તેમણે પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરતાં ‘પાકિસ્તાન મુર્દાબાદ’ અને ‘પાકિસ્તાન અફઘાનિસ્તાન છોડો’ના નારા પણ લગાવ્યા હતા. દેખાવકારોએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં તેમને પપેટ સરકાર નથી જાેઈતી. પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચારથી અકળાઈ ઊઠેલા તાલિબાનના ફાઈટર્સે લોકોને વેર-વિખેર કરવા અનેક વખત હવામાં ગોળીબાર કર્યો હતો, પરંતુ લોકોએ દેખાવો ચાલુ રાખ્યા હતા.

Related posts

भारत-पाक तनाव के बीच UN की अपील – संयम बरतें दोनों देश

aapnugujarat

चीन के खिलाफ ऑस्ट्रेलिया ने शुरू की घेराबंदी

editor

કોરોના વિરુદ્ધ અમેરિકા સારી લડાઇ લડી રહ્યું છે : ટ્રમ્પ

editor

Leave a Comment

UA-96247877-1