Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

મેક્સિકોમાં કાર રેસિંગ દરમિયાન અંંધાધૂધ ફાયરિંગ, 11 રેસર્સના મોત

ઉત્તર અમેરિકાના દેશ મેક્સિકોથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, મેક્સિકોના બાજા ફૈલિફોર્નિયામાં ફાયરિંગ થયું છે. એક અજ્ઞાત બંદૂકધારીએ અંધાધુંધ ફાયરિંગ કર્યુ હતુ. આ ફાયરિંગમાં અત્યાર સુધી 11 લોકો માર્યા ગાયાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત છે. જે વિસ્તારમાં ફાયરિંગ થયુ તે વિસ્તાર ડ્રગ્સ અને માનવ તસ્કરી માટે બદનામ છે.

મેક્સિકોના બાજા ફૈલિફોર્નિયામાં કાર રેસિંગના કાર્યક્રમ દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી, આ ફાયરિંગની ઘટનામાં 11 રેસર્સ માર્યા ગયા છે. બાજા ફૈલિફોર્નિયાના સ્ટેટ અર્ટોની જનરલના કાર્યાલય ઇનુસાર,, એનએનડા શહેરના સૈન વિસેંટ વિસ્તારમાં ઓલ ટેરેન કાર રેસિંગ દરમિયાન આ ફાયરિંગ થયુ હતુ.રોયટર્સની એક રિપોર્ટ મુજબ, 911ને એક ફોન આવ્યો હતો, તે અનુસાર લાંબી બંદૂક લઈને એક ગ્રે વાનમાંથી કેટલાક લોકો બહાર આવ્યા હતા અને લગભગ સ્થાનિય સમયાનુસાર 2.218 વાગ્યાની આસપાસ એક ગેસ સ્ટેશ પાસે ફાયરિંગ શરૂ થયુ હતુ. નગર પાલિકા અને રાજ્ય પોલીસ, મરીન, ફાયર ફાયટર વિભાગ અને મૈક્સિકન રેડ ક્રોસ સહિતની એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

મેયર અરમાંડો અયાલા રોબલ્સે જણાવ્યુ હતુ કે રાજ્યના એર્ટોની જનરલ રિકાર્ડો ઈવાન કાર્પિયો સાંચેઝે ફાયરિંગની ઘટનાની તપાસ માટે એક કમિટીનું ગઠન કર્યું છે. માર્યા ગયા લોકોની ઓળખ અને રાષ્ટ્રિયતા અત્યાર સુધી જાહેર કરવામાં આવી નથી. તમામ ઈજાગ્રસ્તોને બાજા ફૈલિફોર્નિયામાં આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોળીબાર અંગે હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
મેક્સિકોમાં આ અઠવાડિયા પહેલા જ ગોળીબારની ઘટના સામે આવી હતી. જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા, જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં એક પોલીસ કર્મચારી પણ સામેલ હતો. ગોળીબારની ઘટના ફાર્મિગટન શહેરમાં બની હતી અને 11 વાગ્યાની આસપાસ બની હતી.

Related posts

कुछ विदेशी नागरिकों को देश से निकालना शुरू करेगा अमेरिका

aapnugujarat

सीरिया में कार बम धमाके में दो बच्चों समेत 7 की मौत

editor

भारत-चीन सुलझा लेंगे सीमा विवाद, ट्रंप ने फिर दोहराई मदद की बात

editor

Leave a Comment

UA-96247877-1