Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અફઘાનિસ્તાનમાં સત્તા માટે અંદરોઅંદર જ લડ્યા તાલિબાનીઓ…

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ પાછું આવી ગયું છે. થોડા દિવસ બાદ આધિકારીક રીતે તાલિબાન અહિયાં સરકાર બનાવી લેશે અને તેના માટે મોટા પાયે તૈયારી કરવામાં આવી રહી છે. જાેકે સરકાર બને તે પહેલા જ તાલિબાન દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે કે તાલિબાને પંજશીર પર પણ કબજાે કરી લીધો છે. આ વાત સાંભળતા જ આખા દેશમાં તાલિબાનનાં લડાકૂએ બેકાબૂ બન્યા હતા અને અંધાધૂંધ હવાઈ ફાયરિંગ કરીને જશ્ન માનવવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. જાેકે આ જશ્ન માતમમાં ફેરવાઇ ગયો છે, દેશમાં કેટલાય સ્થાનો પર ફાયરિંગનાં કારણે લોકોનાં મોતનાં સમાચાર સામે આવ્યા છે. તાલિબાન દ્વારા કરવામાં આવેલ હવાઈ ફાયરિંગમાં અત્યાર સુધીમાં ૭૦ લોકો માર્યા ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાેકે આ સંખ્યા હજુ પણ વધારે હોય શકે છે કારણ કે કેટલાય રાજ્યો એવા છે જ્યાંથી હજુ સુધી યોગ્ય રિપોર્ટ પણ મળી શક્યા નથી. ખામાં ન્યૂઝ દ્વારા આપવામાં આવેલ એક અહેવાલ અનુસાર એક જ હોસ્પિટલમાંથી ૧૭ લોકોનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે. નોંધનીય છે કે ઈસ્લામી અમીરાતનો એક માત્ર વિરોધી પ્રાંત પંજશીર પર કથિત રૂપે તાલિબાને કબજાે કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે જે બાદ લડાકૂઓએ ગેલમાં આવીને હવાઈ ફાયરિંગ કર્યું હતું. જાેકે હવે આ ફાયરિંગમાં મરનાર લોકોને સાચો આંકડો તાલિબાનો બહાર આવવા દેશે કે નહીં તેને લઈને પણ ઘણા લોકોને મનમાં આશંકા છે. તાલિબાનનો દાવો છે કે પંજશીરમાં રાજ્યપાલની ઓફિસ પર તેના કબજાે કરી લેવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના નિયંત્રણમાંથી બહાર એકમાત્ર પ્રાંત પંજશીર છે. જાે કે, અફઘાનિસ્તાન નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (એનઆરએફએ) તાલિબાન દ્વારા કરવામાં આવી રહેલ હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે. નોંધનીય છે કે પંજશીર એક માત્ર એક અભેદ્ય કિલ્લો છે જ્યાં તાલિબાનનું શાસન સ્થાપિત થઈ શક્યું નથી. વર્ષો પહેલા સોવિયેત દ્વારા અફઘાનિસ્તાનમાં યુદ્ધ કરવામાં આવ્યું ત્યારે સોવિયેત પણ પંજશીરમાં આવીને જ હારી ગયું હતું. જાેકે તાલિબાન દ્વારા કરવામાં આવી રહેલા દાવા પર વિદ્રોહી પક્ષ દ્વારા ખંડન કરવામાં આવી રહ્યું છે. હવે જાેવાનું રહે છે કે આગામી સમયમાં અહેમદ મસૂદ દ્વારા શું દાવો કરવામાં આવે છે અને દુનિયાનાં દેશો પંજશીરને લઈને શું પગલાં ભરે છે.અમેરિકાએ અફઘાનિસ્તાન છોડી દીધું તેને પાંચ દિવસ વિત્યા છતાં તાલિબાન અફઘાનિસ્તાનમાં સરકાર બનાવી શક્યું નથી. કોઈને કોઈ બહાને સરકારનાં ગઠનમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે ત્યારે રિપોર્ટ અનુસાર તાલિબાન અને હક્કાનીની વચ્ચે સરકારને લઈને ખૂબ મોટો મતભેદ થઈ ગયો છે. હક્કાની નેટવર્ક અને તાલિબાન વચ્ચે સત્તાની વહેંચણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદમાં ગોળીબાર બાદ તાલિબાનનો બીજા નંબરનો સૌથી મોટો નેતા બરાદર ઘાયલ થઈ ગયો હોવાના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બરાદરની સારવાર પાકિસ્તાનમાં કરવામાં આવી રહી છે. જાેકે આ રિપોર્ટની અત્યાર સુધી તાલિબાન દ્વારા કોઈ જ પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ બરાદર ઘાયલ થયો છે તેવા અહેવાલ બાદ આખા અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ ખૂબ જ તનાવપૂર્ણ છે. નોંધનીય છે કે મુલ્લા બરાદર જ આગામી નવી સરકારનું નેતૃત્વ કરશે તેવા અહેવાલો પણ પહેલા સામે આવ્યા હતા. અફઘાનિસ્તાનમાં એવી અટકળો છે કે હક્કાની નેટવર્ક દ્વારા રક્ષા મંત્રીનું પદ માંગવામાં આવ્યું છે જેના પર તાલિબાન તૈયાર નથી. નોંધનીય છે કે હક્કાની નેટવર્કને પાકિસ્તાન દ્વારા સંરક્ષણ પ્રાપ્ત છે અને સંયુક્ત દ્વારા તેને એક આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં પોતાની સરકાર જાેઈએ છે, તે જે કહે તેમને મંત્રી બનાવવામાં આવે. બીજી તરફ તાલિબાન ઈરાન મોડલનાં આધારે સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે.

Related posts

રશિયાએ ૨૦૦ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો

editor

अमेरिकी ने पर्ल हत्या मामले में पाकिस्तानी विदेश मंत्री कुरैशी को लगाई फटकार

editor

फ्लोरिडा : खतरनाक श्रेणी में पहुंचा डोरियन’ तूफान, आपात स्थिति घोषित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1